top of page
Search


શ્રવણ અને ચિંતન...
કોઇ દુકાનદાર માલ વેચે... તેને એમ કહેવાય કે 'માલના પૈસા તો લે...' ત્યારે એમ કહે કે 'વેચવામાંથી ફુરસદ જ નથી મળતી, પૈસા લેવા માટે સમય ક્યાંથી કાઢું ?' તો શું કહો - મૂર્ખ જ ને ? માલ વેચવાનો શેના માટે છે ? પૈસા લેવા માટે જ. તેમ વ્યાખ્યાન સાંભળ્યા પછી તમને ઘૂંટવાનું કહીએ, ત્યારે તમે કહો કે ‘તેના માટે સમય નથી’, તો એમ કહેવાનું મન થાય કે 'સાંભળવાનું શેના માટે છે ? ઘૂંટશો નહીં, તો સાંભળેલું કેટલું કામ લાગશે ?' શાસ્ત્રકાર કહે છે - वृथा श्रुतमचिंतितम् સાંભળ્યા પછી ચિંતન ન કરાય, તો સાંભળે


પરમાત્માની સર્વજ્ઞતા...
Download PDF જે આત્મા કે પરલોકનો સ્વીકાર જ નથી કરતું, તેવા વિજ્ઞાનના માપદંડથી, આત્માના અસ્તિત્વના પાયા પર ઊભેલા ધર્મની ચકાસણી એ ફૂટપટ્ટીથી દરિયાને માપવાની વ્યર્થ ચેષ્ટા છે. છતાં, જે વાત આજે સંશોધનોથી પુરવાર થઇ છે, તે સેંકડો વર્ષ પૂર્વે કોઇપણ સંશોધન વિના જૈનશાસનમાં જણાવાયેલી છે – તે વાસ્તવિકતા આપણને અચંભિત કરી દે તેવી હોવાથી તેવી કેટલીક વાતો જોઇએ ધ્વનિ (અવાજ - Sound)ની દ્રવ્ય (પુદ્ગલ) રૂપતા. અન્ય સર્વ દર્શનો, ધ્વનિને આકાશ નામક દ્રવ્યના ગુણ રૂપ બતાવે છે. જિનશાસને સદા માટે એન


પરમાત્માની વીતરાગતા...
Download PDF બીજા બધા દર્શનો કરતાં જિનશાસનમાં એક અનુપમ વિશેષતા જોવા મળે છે – જેમને પરમાત્મા માન્યા છે, તેમનામાં કોઇ દોષ જોવા મળતા નથી... કેટલાક દર્શનકારોએ માનેલા ઇશ્વરને પત્ની-પુત્રાદિ પરિવાર છે... અને એટલે, તે માનેલા ઇશ્વરમાં ‘આ મારી પત્ની, મારો પુત્ર...’ એવું મમત્વ, તેમના પર આસક્તિ, માલિકીભાવ (પરિગ્રહ)... તેમને હેરાન કરનાર પર રોષ, દ્વેષ... વગેરે બધા દોષો સંભવે છે. જિનશાસન જેમને પરમાત્મા માને છે, તે બધાએ પરિવારનો ત્યાગ કરી, સાધના દ્વારા પોતાના દોષોનો નાશ કર્યો છે. પરિવાર વગે
bottom of page
