આપણે સત્તા ભોગવવા માટે નહીં, સેવાનો લાભ મેળવવા માટે ટ્રસ્ટી બન્યા છીએ - તે હંમેશા યાદ રાખવું. સેવા કરીને આપણે સંઘ પર ઉપકાર નથી કરતા, સંઘ આપણને સેવાનો લાભ આપીને ઉપકાર કરે છે - તેવી ભાવનાથી ભાવિત બનવું. સેવાભાવી સંસ્થાનો વહીવટ એટલે - લોકોના પૈસા ખર્ચીને પુણ્ય બાંધવાનો અવસર ! સેવાનો લાભ ચૂકીએ તો વેદના થવી જોઈએ. સત્તા ન મળે તેનો અફસોસ ન થવો જોઈએ. કદાચ આપણને પૂછ્યા વિના પણ સંઘનાં હિતનું સારું કામ થયું હોય, તો તેને બિરદાવવું જોઈએ . 'મને પૂછ્યા વિના થયું' તેનો અસંતોષ, ફરિયાદ કે સં