top of page
Search


અનુબંધ...
Download PDF પ્રશ્ન : પુણ્યાનુબંધ અને પાપાનુબંધ કહેવાય છે, તેમાં અનુબંધ એટલે શું ? ઉત્તર : પહેલાં આપણે અનુબંધનું ફળ સમજીશું, કારણકે ફળના આધારે જ પુણ્યાનુબંધ-પાપાનુબંધ એવા ભેદ અને નામ પડેલા છે. જે કર્મમાં પુણ્યનો અનુબંધ હોય, તે કર્મના ઉદયમાં જીવને સદ્બુદ્ધિ મળે છે. પુણ્યકર્મના ઉદયે અનુકૂળ સામગ્રી મળી હોય, તો પણ તીવ્ર આસક્તિ નથી કરતો; પાપકર્મના ઉદયે પ્રતિકૂળ સામગ્રી મળી હોય, તો પણ તીવ્ર દુર્ધ્યાન નથી કરતો. શાલિભદ્રને પુણ્યકર્મના ઉદયે અપાર સંપત્તિ મળી. સાથે અનુબંધ પુણ્યનો હતો, ત


મહત્તરાગાર...
મહત્ = મોટું. મહત્તર = વધારે મોટું. (મહત્તમ = સૌથી મોટું) પચ્ચક્ખાણથી જે લાભ(કર્મનિર્જરા વગેરે) થવાનો હોય, તેનાથી વધારે મોટો લાભ જે કાર્યમાં થતો હોય, તેવું કાર્ય આવી પડે.. પ્રતિજ્ઞા-પાલન કરીને તે કાર્ય કરવું શક્ય ન હોય.. ત્યારે પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને તે કાર્ય કરવામાં પચ્ચક્ખાણ ભાંગતું નથી. જેમ કે કોઇ વ્યક્તિએ અટ્ઠમ વગેરે પચ્ચક્ખાણ કર્યું હોય.. સંઘનું અતિ મહત્ત્વનું એવું કાર્ય આવી પડે કે જે તેમના વિના થઇ શકે તેમ ન હોય.. પચ્ચક્ખાણ અખંડ રાખીને તેઓ કરી શકે તેમ ન હોય..


સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન...
જે જ્ઞાન કોઇના વચનથી થાય, તેમાં સ્વીકાર-શ્રદ્ધા અનિવાર્ય છે. જ્યાં સુધી સ્વીકાર ન હોય, ત્યાં સુધી જ્ઞાન થતું નથી. નાસ્તિક કે જૈનેતર માન્યતાની પકડવાળો જીવ, ‘પાણીમાં જીવ છે.. (એટલે પાણીનો ઉપયોગ અલ્પતમ કરવો જોઇએ)..’ આવું વચન સાંભળે તો પણ તેને સ્વીકારતો નથી. એટલે ‘પાણીમાં જીવ છે’ એવું પદાર્થજ્ઞાન તેને થતું નથી. આમ, શ્રુતનાં વચનોથી જ્ઞાન થવા માટે શ્રદ્ધા આવશ્યક છે. એટલે જ, સમ્યગ્દર્શન (શ્રદ્ધા) વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી. જેને ‘પ્રભુનાં બધાં વચનો સત્ય જ છે’ એવી શ્રદ્ધા (સમ્યગ્દર્શ
bottom of page
