top of page
Search


ગુણપૂજા, વ્યક્તિપૂજા નહીં...
Download PDF જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે... જિનશાસન ગુણને મહાન્ માને છે, વ્યક્તિને નહીં. વ્યક્તિની મહાનતા પણ ગુણના કારણે જ હોય છે. આ પદાર્થ થોડા વિસ્તારથી સમજશું. જિનશાસન કોઇ એક ‘વ્યક્તિ’ને ભગવાન માનતું નથી. ભગવાન કોને કહેવાય ? તેનો જવાબ જિનશાસન આ રીતે આપે છે – જે વીતરાગ છે અને સર્વજ્ઞ છે, તે ભગવાન છે. અર્થાત્ જે પણ આત્મા પોતાના રાગ-દ્વેષાદિ દોષોનો નાશ કરીને સર્વદોષમુક્ત-સર્વગુણસંપન્ન બને છે, તે ભગવાન છે. અન્ય ધર્મો તરફ નજર કરીએ, તો દેખાઇ આવશે કે તે બધા કોઇ એક વ્યક્તિને જ


ભૂમિકા...
Download PDF કરુણાસાગર અરિહંત પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જગતના જીવોને દુઃખથી રીબાતા-પીડાતા જોઇને, તેમને દુઃખથી મુક્ત થવાનો – શાશ્વત સુખને પામવાનો જે માર્ગ બતાવ્યો, તે જ જૈન ધર્મ છે, જિનશાસન છે. એ માર્ગને અનુસરવાથી આપણે પણ સર્વ દુઃખોથી મુક્ત થઇને શાશ્વત સુખને પામી શકીએ છીએ.. જેને આપણે અનંત કાળથી ઇચ્છી રહ્યા છીએ, જેના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ, પણ હજુ પામ્યા નથી. માર્ગને અનુસરવા માટે, ‘આ માર્ગ સાચો છે, મંઝિલે પહોંચાડનાર છે’ એવી નિઃશંક શ્રદ્ધા અનિવાર્ય છે. દિલ્હી જવા ઇચ્છતો હો


આભાસિક ઉપશાંતતા...
રોગ દબાયેલો સારો ? કે પ્રગટ થયેલો ? સભા: પ્રગટ થયેલો. ખબર પડે, તો દવા થાય. બરાબર છે. દબાયેલો રોગ ખબર ન પડવાથી દવા તો ન થાય, પણ ‘રોગ નથી’ એમ માનીને અપથ્ય વાપરે, તો રોગ વકરે. એમ, જેને અંદર રાગ-દ્વેષ અકબંધ હોય, બહારથી ઉપશાંતતા હોય, તે પોતાની જાતને ઉપશાંત માનીને અશુભ નિમિત્તો સેવે, તો રાગ-દ્વેષ વધે. એકાંત નિશ્ચયવાદીઓમાં એમ જ થાય છે. ઘણા કહેતા હોય છે - 'તેઓ ઉપશાંત હોય છે.’ હકીકતમાં એ આભાસ છે. સભા : એ નક્કી શી રીતે કરવું ? જ્યાં જ્ઞાનીની પરતંત્રતા નથી... 'જ્ઞાનીનાં વચન પોતાને ન સમજ
bottom of page
