top of page
Search


શાસન-પ્રભાવના...
Download PDF શાસન-પ્રભાવના કોને માનવી ? ‘શાસન’ શબ્દનો અર્થ, પ્રભુએ બતાવેલ રાગ-દ્વેષના નાશનો (અને તેના દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિનો) માર્ગ છે. એ માર્ગ કોઇને સમજાવવો, ગળે ઊતારવો, ગમાડવો.. તે વાસ્તવિક શાસન-પ્રભાવના છે. કારણકે તો જ તે જીવ તે માર્ગ પર ચાલીને પોતાના દોષોનો નાશ કરશે, શાશ્વત સુખને પામશે. અહીં નામનું મહત્વ નથી.. એ માર્ગને કદાચ ‘જૈન ધર્મ’ કે ‘જિનશાસન’ નામ ન અપાયું હોય, તો પણ એ માર્ગ પમાડવો – તે શાસન પ્રભાવના છે જ. અલબત્ત, વાસ્તવિક સંપૂર્ણ માર્ગ જિનશાસનમાં જ છે. (અથવા


ધર્મક્રિયાનું ફળ - ત્રણાનુબંધ...
ધર્મક્રિયા કરવાથી ધર્મસ્થાન સાથે, ધર્મીજનો સાથે સંબંધ ઊભો થાય છે, જે આપણને આરાધના સાથે જોડી રાખે છે, આગળ વધારે છે. આરાધનાથી ભ્રષ્ટ થતાં અટકાવે છે જે ક્રિયા કરતો જ નથી, તેને આવો કોઇ સંબંધ ઊભો થતો નથી. કેટલાક દૃષ્ટાંતોથી આ વાત સ્પષ્ટ થશે. તમે રોજ વ્યાખ્યાનમાં આવો છો... તમારી બેસવાની જગ્યા પણ લગભગ Fixed હશે... તમારી આસપાસ બેસનારા પણ રોજના એક જ હશે... કોઇ કારણે તમે ૪/૫ દિવસ વ્યાખ્યાનમાં ન આવો... રોજ તમારી બાજુમાં બેસનાર વ્યક્તિ કદાચ બજારમાં મળી જાય, તો તે પણ તમને પૂછશે - 'કેમ હમણ


પક્ખી વગેરે પ્રતિક્રમણ અને છીંક...
Download PDF પ્રશ્ન : પક્ખી વગેરે પ્રતિક્રમણમાં છીંક આવે તો પ્રતિક્રમણ ફરી કરાય છે. આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે છીંક આવે તો પ્રતિક્રમણ ફરી કરવાનું ? ઉત્તર : શાસ્ત્રવચન જણાવતાં પૂર્વે એ જણાવવું છે કે તમારો પ્રશ્ન જ ખોટો છે. વ્યાખ્યાન સાંભળવા ઘણા લોકો ખુરશી પર બેસે છે. મને એ જણાવો કે ‘ખુરશી પર બેસીને વ્યાખ્યાન સાંભળી શકાય’ એવું કયા શાસ્ત્રમા લખ્યું છે ? એવું કોઈ શાસ્ત્રવચન મળવાનો સંભવ જ નથી. આજથી ૩૦-૩૫ વર્ષ પૂર્વે વ્યાખ્યાનમાં ખુરશી હતી જ નહીં અને તેની જરૂર પણ નહોતી પડતી.
bottom of page
