top of page
Search


ગુરુતત્ત્વ...
Download PDF જિનશાસનના પરમાત્મા જેમ અજોડ છે; તેમ જિનશાસનમાં ગુરુતત્ત્વ પણ અપ્રતિમ છે. અન્ય સર્વ દર્શનોના સંન્યાસ કરતાં જિનશાસનનું સંયમ વિશિષ્ટ છે, દોષોનો નાશ કરવા માટે સક્ષમ છે. એનું સંપૂર્ણ વર્ણન કરવા તો ગ્રંથ લખવો પડે. કેટલીક અત્યંત જુદી તરી આવતી વિશિષ્ટતાઓ જોઇએ 🡺 વિહાર જૈન સાધુનું પોતાનું કોઇ સ્થાન-મકાન-આશ્રમ-મઠ-ઘર હોતા નથી. સદા તેઓ ફરતા રહે છે. એના કારણે સ્થાનના મમત્વ અને સ્થાન સાથે સંકળાયેલ વ્યક્તિઓ પ્રત્યેના મમત્વથી, અને તેના કરાણે ઊભા થઇ શકતા અનેક કષાયોથી... તેઓ બચી જ


આંતરદૃષ્ટિ...
આંખ બંધ રાખીને ઇર્યાસમિતિ પાળી શકાય ? જીવ મરી ન જાય, તે માટે એકાગ્રતાપૂર્વક જોઇને ચાલે, તેને બાહ્ય દૃષ્ટિ કહેશો ? આંખ બંધ રાખીને પડિલેહણની ક્રિયા થઇ શકે ? આંખ ખુલ્લી રાખે, અને વસ્ત્રને ધ્યાનથી જુએ, તો બાહ્ય દૃષ્ટિ કહેવાય? આ બધી બાહ્ય દૃષ્ટિ નથી, આંતર દૃષ્ટિ જ છે, જો તે બધા પાછળ આત્માને નિર્મળ કરવાનું લક્ષ્ય હોય, તો આંતર દૃષ્ટિનો અર્થ એ નથી કે આંખ બંધ કરીને 'અંદર' જોવું. આત્માની નિર્મળતાનું લક્ષ્ય હોવું તે જ આંતર દૃષ્ટિ છે 'અંદર જોવું' કે 'અંદર ઊતરવું' શબ્દોનો અર્થ એ જ છે કે આ


સંસાર અને મોક્ષનું મૂળ...
માથાનો દુઃખાવો હોય, તેને ગોળીમાં સુખ દેખાય છે, ગોળી લેવાથી સુખનો અનુભવ થાય છે. જેને માથાનો દુઃખાવો છે જ નહીં, તેને ગોળીમાં સુખ દેખાતું પણ નથી, અનુભવાતું પણ નથી. વાસ્તવમાં તે વગર ગોળીએ સુખી જ છે. તે રીતે, સામગ્રીની તૃષ્ણા હોય, તેને જ સામગ્રીમાં સુખ દેખાય છે - અનુભવાય છે. જેને સામગ્રીની તૃષ્ણા જ નથી, તેને સામગ્રીમાં સુખ દેખાતું જ નથી. તે વગર સામગ્રીએ સુખી જ છે. 1. જેને મીઠી ભેળ જ જોઇએ, તેને મીઠી ભેળ મળે, તો જ સુખી થાય. 2. જેને ગમે તેવી, પણ ભેળ જ જોઇએ; તેને ભેળ મળે, તો જ સુખી થા
bottom of page
