top of page

ધર્મક્રિયાનું ફળ - ત્રણાનુબંધ...

  • Jan 24
  • 1 min read

Updated: May 30

How do daily rituals protect your spiritual progress? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains how ધર્મક્રિયા creates bonds with people and places that prevent us from falling away due to laziness

  • ધર્મક્રિયા કરવાથી ધર્મસ્થાન સાથે, ધર્મીજનો સાથે સંબંધ ઊભો થાય છે,

    જે આપણને આરાધના સાથે જોડી રાખે છે, આગળ વધારે છે.

    આરાધનાથી ભ્રષ્ટ થતાં અટકાવે છે


  • જે ક્રિયા કરતો જ નથી, તેને આવો કોઇ સંબંધ ઊભો થતો નથી.

    કેટલાક દૃષ્ટાંતોથી આ વાત સ્પષ્ટ થશે.


  • તમે રોજ વ્યાખ્યાનમાં આવો છો... તમારી બેસવાની જગ્યા પણ

    લગભગ Fixed હશે... તમારી આસપાસ બેસનારા પણ રોજના એક જ હશે...

    કોઇ કારણે તમે ૪/૫ દિવસ વ્યાખ્યાનમાં ન આવો...

    રોજ તમારી બાજુમાં બેસનાર વ્યક્તિ કદાચ બજારમાં મળી જાય,

    તો તે પણ તમને પૂછશે - 'કેમ હમણાં વ્યાખ્યાનમાં દેખાતા નથી ?'

    તમારી બાજુમાં બેસનારો ૪/૫ દિવસથી ન દેખાતો હોય, તો તમે પણ પૂછો ને 2

    સંબંધ ગાઢ હોય, તો ફોન કરીને પણ પૂછો, બરાબર ?


  • એનાથી શું થાય ? કદાચ માત્ર આળસના કારણે જ આવવાનું બંધ થઇ ગયું હોય,

    તો કોઇની ટકોરથી પાછું શરૂ થઇ જાય...


  • કોઇ સામાન્‍ય આગ્રહ કરે - 'ચૂકવા જેવું નથી... સરસ પદાર્થો હોય છે...

    તોપણ આળસ દૂર થઇ જાય.

    આમ, તમે આરાધનાથી ભ્રષ્ટ થતાં અટકી જાવ.



Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
₹25.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page