top of page
Search


દમન અને શમન...
ત્યાગની સાથે ‘આ છોડવા જેવું છે’ એવી ભાવના અંતરમાં ન હોય, તો માત્ર દમન થાય. તેનાથી સંસ્કાર ન સુધરે. ત્યાગનો ગાળો પૂરો થાય, એટલે પાછા જ્યાં હતા, ત્યાં ના ત્યાં આવી જવાય. ત્યાગની સાથે ‘આ છોડવા જેવું છે’ એવી ભાવના અંતરમાં ઘૂંટાય, તો શમન થાય, સંસ્કાર સુધરે. અને એટલે, ત્યાગનો ગાળો પૂરો થયા પછી પણ તેની અસર રહે. Extract from Book Adhyatma Path written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


પર્વતિથિએ ફળપૂજા કેમ થઇ શકે ?...
પ્રશ્ન : પર્વતિથિએ લીલોતરી ન ખવાય, તો ભગવાનને ફળ કેમ ચડાવાય ? એવો કોઈ નિયમ નથી કે - જે આપણે છોડવાનું, તે ભગવાનને પણ ન ધરાવાય. નહીં તો, ભંડારમાં પૈસા પણ નહીં મૂકાય, કારણકે તમારે પૈસા છોડવાના છે. તમને અમે પૈસા છોડવાનો, આભૂષણ છોડવાનો, વિભૂષા ત્યાગવાનો ઉપદેશ આપીએ છીએ. અને પરમાત્માની અંગરચના કરવાનો, આભૂષણ પહેરાવવાનો, ભંડારમાં પૈસા મૂકવાનો ઉપદેશ પણ આપીએ છીએ. સભા : તો પછી જે અભક્ષ્ય મીઠાઈ વગેરે અમારે છોડવાની છે, તે પણ ભગવાનને ધરાવાય ? ના, બંનેમાં ફરક છે. પૈસા, આભૂષણ, પર્વતિથિએ લીલ


માર્ગદર્શક ગુરુ...
Download PDF જિનશાસનનું ગુરુતત્ત્વ તો અપ્રતિમ છે જ, સાથે જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે કે પોતાના આત્મહિત માટે જેમનું માર્ગદર્શન લેવાનું છે, તે ગુરુને સામાન્ય ગુરુથી અલગ પાડે છે. જે સાધુના આચારોથી સંપન્ન હોય, તે ગુરુ વંદનીય છે, ભક્તિના પાત્ર છે - એમાં કોઇ સંદેહ નથી... પણ, પોતાના આત્મહિત માટે માર્ગદર્શન લેવાનું હોય, તો એકલી આચારસંપન્નતા પર્યાપ્ત નથી. આ વાત દૃષ્ટાંતથી સમજાશે. કાર માટે ડ્રાઇવર જોઇતો હોય, તો તે સજ્જન હોવો તો જરૂરી છે જ... જેના પર વિશ્વાસ મૂકી શકાય તેવો હોય – ચોર
bottom of page
