top of page
Search


પૂજાનાં કપડાં અને સામાયિક...
પ્રશ્ન : પૂજાનાં કપડાંમાં સામાયિક કરી શકાય? આનો જવાબ એ છે કે, સામાયિક કરવી હોય તો પૂજાનાં કપડાં ન પહેરાય, સામાયિકનાં વસ્ત્રો અલગ રાખવા જોઇએ. પણ પૂજાનાં કપડાં પહેર્યા જ હોય, તો સામાયિક કરવાની ના નથી. સભા : બંનેમાં ફરક શું ? કોઈ મને પૂછે કે ‘નવકાર ગણતાં ગણતાં ચા પીવાય ?’ તો હું તેને ‘ના’ જ પાડું. ‘નવકાર ગણવા છે ? તો શુદ્ધ વસ્ત્રો પહેરીને, સામાયિક લઈને, એક સ્થાને બેસીને ગણવા જોઈએ.. ત્યારે ચા ન પીવાય.’ પણ કોઈ મને પૂછે કે – ‘ચા પીતાં પીતાં નવકાર ગણાય ?’ તો ‘હા’ જ પાડું. ફરક એ છે ક


સૂક્ષ્મતમ આચાર-નિરૂપણ...
Download PDF પ્રભુના શાસનમાં આચારોનું જે અતિસૂક્ષ્મ નિરૂપણ છે, તે રોમાંચ ખડા કરી દે તેવું છે. સાધુ ભગવંતે વિહાર કરવાનો હોય, તેનો વિધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેમાં કેટલું ઝીણવટભર્યું નિરૂપણ છે ! તે જુઓ ➔ એક રસ્તો પથ્થરવાળો હોય, બીજો રસ્તો ધૂળવાળો હોય... તો કયા રસ્તે જવું ? એક રસ્તે પાણી હોય, બીજા રસ્તે ઘાસ હોય... તો કયા રસ્તે જવું ? આવા ઢગલાબંધ વિકલ્પો બતાવીને, તેમાંથી કયા રસ્તે જવું – તે બતાવ્યું છે. વિહાર ક્યારે (કયા સમયે) કરવો ? કેવા સંયોગોમાં બપોરે ? કેવા સંયોગોમાં સવારે ?


ધર્મ અને અધર્મ...
ધર્મ કોને કહેવાય ? જે આપણાં રાગ-દ્વેષ રૂપી દોષોને ઘટાડે, અને તેથી આપણને સુખી કરે, તેને ધર્મ કહેવાય. જે હકીકતમાં રાગ-દ્વેષને ઘટાડે નહીં, ઊલ્ટું વધારે, અને તેથી જીવને સુખી કરવાને બદલે દુઃખી જ કરે, તેને ધર્મ શી રીતે કહેવાય ? તેને અધર્મ જ કહેવાય. તેને કોઇ અજ્ઞાની વ્યક્તિ 'ધર્મ' નું લેબલ લગાડી દે, તેટલા માત્રથી, તે ધર્મ ન બની જાય, આપણને સુખી ન કરી શકે. જુઓ, પ્રભુની વાત ખૂબ જ સરસ છે. આપણને નામ સાથે નિસબત નથી. જૈન ધર્મ જ સાચો, બીજા ધર્મ ખોટા – એવું આપણે કહેતા નથી. આપણી વાત એ જ છે કે
bottom of page
