top of page
Search


શાસનનાં કાર્યો અને સંક્લેશ...
ક્યારેક કોઈ સુંદર કાર્ય કરતું હોય, તો પણ તેની નાની-નાની ભૂલો શોધીને બીજાઓ ટીકા-નિંદા કરે છે, તેનાથી કંટાળીને તેઓ કામ કરવાનું છોડી દે છે. ક્યારેક કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે સંઘર્ષ પેદા થાય... તેમાં સંક્લેશ પણ થાય – આક્ષેપબાજી પણ થાય... અને છેવટે કામ કરવાનો વિચાર જ ઘણાં માંડી વાળે છે. આવાં વાતાવરણના કારણે સજ્જનો-સારા માણસો લગભગ સંઘમાં-સંસ્થામાં કામ કરવા આગળ આવવાનું ટાળતા હોય – તેવું ચિત્ર અનેક ઠેકાણે જોવા મળે છે. આ માટે પહેલાં તો એ જણાવવાનું કે સંસાર આખો જ વિચિત્ર છે. સર્વત્ર સં


અનીતિનું ધન અને ધર્મ...
Download PDF પ્રશ્ન : અનીતિથી ધન કમાયા છીએ. તો હવે ધર્મમાં વપરાય ? ઉત્તર : શુદ્ધ દાનધર્મ એ જ છે કે જેમાં ન્યાયોપાર્જિત ધન વપરાયું હોય. વાસ્તવમાં અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યના તમે માલિક જ નથી. જેને અન્યાય કરીને તમે કમાયા છો, તે જ તેનો માલિક છે. શાસ્ત્રમાં લખ્યું છે – જિનાલય બનાવ્યા પછી પ્રભુની પ્રતિષ્ઠા વખતે શ્રાવક જાહેર કરે – ‘આમાં બીજાનું દ્રવ્ય આવી ગયું હોય, તો તેટલું પુણ્ય તેના ભાગે જાઓ’ એ શ્રાવકની ભાવશુદ્ધિ ગણાય. એટલે, અનીતિથી કમાયેલા ધનથી થતો દાનધર્મ, હ


આરાધના અને ખર્ચ...
પૈસાનો ખર્ચ વધુ ન થાય તે જેટલું જરૂરી છે, તેના કરતાં 🡺 કામ સમયસર થાય કામ સારું થાય આરાધના ઘટે નહીં તે વધુ જરૂરી છે. આરાધના માટે પૈસા હોય છે; પૈસાનું મહત્ત્વ આરાધના કરતાં વધુ હોઈ શકે નહીં. શાહજહાંએ તાજમહેલ બંધાવવા માટે, ક્વોટેશનો મંગાવીને સૌથી સસ્તા ક્વોટેશનવાળાને કામ સોંપ્યું હોત, તો તાજમહેલ ના બન્યો હોત ! Extract from Book Sanstha Managment written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
bottom of page
