top of page
Search


કક્ષાભેદે ધર્મભેદ...
Download PDF જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે ➔ જીવની કક્ષા અનુસારે તેના માટેનો ધર્મ બદલાય છે. કરપાત્રી લબ્ધિ ધરાવનાર સાધુ પાત્રા ન રાખે, અને હાથમાં વાપરે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ રાખવાથી થઇ શકતા સંભવિત મૂર્ચ્છા વગેરે દોષોથી બચાય છે, અને લબ્ધિ હોવાથી હાથમાં વાપરવામાં ઢોળાતું નથી.) તેવી લબ્ધિ ન ધરાવનાર સાધુ પાત્રા રાખે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ ન રાખે, તો હાથમાં વાપરવામાં ઢોળાય. લોકનિંદા થાય... વગેરે અનેક દોષો છે.) જેઓએ પર્યાપ્ત શાસ્ત્રાભ્યાસ કરી લીધો છે, તેવા જિનકલ્પી વ


જ્ઞાન: પરિણતિ અને માહિતી...
મોક્ષમાર્ગના અંગભૂત જ્ઞાન, એ પરિણતિ રૂપ છે, માત્ર માહિતીરૂપ નથી. કોઇપણ વસ્તુના ગુણધર્મોનું જ્ઞાન એ માહિતી છે. જેમ કે સાકર મીઠી છે, મરચું તીખું છે. ‘આ કરવા જેવું છે’ ‘આ છોડવા જેવું છે’ એવું જ્ઞાન, એ પરિણતિ છે. માહિતીમાં સાચી-ખોટી એવા ભેદ પડે છે; શુભ-અશુભ એવા ભેદ માહિતીમાં વાસ્તવિક હોતા નથી. માત્ર માહિતી, એ આધ્યાત્મિક ગુણ નથી. માત્ર માહિતી માટેનો પુરુષાર્થ, એ આધ્યાત્મિક પુરુષાર્થ નથી.. માહિતી હોવાથી આધ્યાત્મિક વિકાસ થાય જ, તેવો નિયમ નથી. માહિતી ન હોવાથી આધ્યાત્મિક વિકાસ અટકે જ,


ધર્મની યોગ્યતા...
પ્રશ્ન : ધર્મ કરવાની યોગ્યતા શું ? જેના જીવનમાં તીવ્ર ક્રોધ બીજાં ભયંકર પાપો હોય, તે ધર્મ કરવા યોગ્ય ગણાય ? ઉત્તર : પ્રશ્ન કરનારને પૂછવાનું કે જેના જીવનમાં તીવ્ર ક્રોધ કે બીજાં પાપો છે; તે ઘટશે શી રીતે ? ધર્મ કરવાથી ? કે અધર્મ કરવાથી ? તમારે સ્વીકારવું જ પડશે કે ધર્મ કરવાથી જ તેના કષાયાદિ પાપો ઘટી શકે. હવે જો તેને ધર્મ માટે અયોગ્ય જ માનવામાં આવે, તો તે ધર્મ કરશે શી રીતે? અને ધર્મ નહીં કરે, તો તેનાં પાપો ઘટશે શી રીતે ? કોઇના જીવનમાં રહેલ કોઇખ પાપને કારણે તેના ધર્મને જે નિંદે છ
bottom of page
