જ્ઞાન: પરિણતિ અને માહિતી...
- Apr 25
- 1 min read
Updated: May 10

મોક્ષમાર્ગના અંગભૂત જ્ઞાન, એ પરિણતિ રૂપ છે, માત્ર માહિતીરૂપ નથી.
કોઇપણ વસ્તુના ગુણધર્મોનું જ્ઞાન એ માહિતી છે. જેમ કે સાકર મીઠી છે, મરચું તીખું છે.
‘આ કરવા જેવું છે’ ‘આ છોડવા જેવું છે’ એવું જ્ઞાન, એ પરિણતિ છે.
માહિતીમાં સાચી-ખોટી એવા ભેદ પડે છે; શુભ-અશુભ એવા ભેદ માહિતીમાં વાસ્તવિક હોતા નથી.
માત્ર માહિતી, એ આધ્યાત્મિક ગુણ નથી.
માત્ર માહિતી માટેનો પુરુષાર્થ, એ આધ્યાત્મિક પુરુષાર્થ નથી..
માહિતી હોવાથી આધ્યાત્મિક વિકાસ થાય જ, તેવો નિયમ નથી.
માહિતી ન હોવાથી આધ્યાત્મિક વિકાસ અટકે જ, તેવો ય નિયમ નથી.
ભારેકર્મી જીવોની પાસે ભરપૂર માહિતીજ્ઞાન હોઇ શકે છે.
ચરમશરીરી જીવો પાસે પણ માહિતીજ્ઞાન અત્યલ્પ હોય, તેવું બની શકે છે.
Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
અધ્યાત્મ માર્ગ (Adhyatma Marg)
₹40.00₹10.00
Buy Now

Comments