top of page
Search


જિનપૂજામાં હિંસા...
Download PDF પ્રશ્ન : પરમાત્માની પૂજામાં પાણી-ફૂલ વગેરે જીવોની હિંસા કરીએ, તેનું પાપ ન લાગે ? ઉત્તર :આનો જવાબ આપતાં પૂર્વે એક પ્રશ્ન કરવો છે. જ્યાં જ્યાં હિંસા હોય-થાય, ત્યાં પાપ લાગે - એવો નિયમ છે ? જો હા પાડશો, તો એવો કોઈ ધર્મ નથી કે જેમાં બિલકુલ હિંસા ન થતી હોય. હું વ્યાખ્યાન કરું છું, તેમાં મારા મોઢામાંથી નીકળતા શબ્દના પુદ્ગલો ચાર સમયમાં આખા ચૌદ રાજલોકમાં ફેલાઈ જાય છે. અને માર્ગમાં જે જીવોને અથડાય છે, તે બધાને પીડા કરે છે. એટલે વ્યાખ્યાન કરવામાં ય હિંસા થાય છે. તમ


ધર્મનું ફળ શું જોઈએ છે ?...
ધર્મનું ફળ બે પ્રકારનું હોઈ શકે ૧. ગુણપ્રાપ્તિ-દોષનાશ. ૨. પુણ્યબંધ-પાપકર્મનાશ – તેનાથી સદ્ગતિ-સંપત્તિની પ્રાપ્તિ વગેરે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ન્હવણજળથી આંખનો મોતિયો જાય, તે બીજા પ્રકારનું ફળ છે. આંખનો વિકાર ઘટે, તે પહેલા પ્રકારનું ફળ છે. પ-૧૦ લાખમાં પ્રભુનો કોઈ ચઢાવો લીધો.. તેના પ્રભાવે ભવાંતરમાં અપાર સંપત્તિ મળે (જેમ કુમારપાળ મહારાજાને પુષ્પપૂજાના પ્રભાવે રાજ્ય મળ્યું) – તે પુણ્યબંધ. અને લોભકષાય ઘટે – પરિગ્રહસંજ્ઞા ઘટે.. ખૂબ કમાવાની – ભેગું કરવાની બુદ્ધિ ઘટે – સંતોષ આ


ઇમ્પોર્ટેડ ફ્રુટ વપરાય ?...
પ્રશ્ન : ઇમ્પોર્ટેડ ફ્રુટ વપરાય ? ઉત્તર : ઇમ્પોર્ટેડનો અર્થ શું ? વિદેશથી આવેલું - એમ કહો, તો પ્રશ્ન થશે કે 'વિદેશ કોને કહેવાય ?' ભારત દેશ સિવાય વિદેશ - એમ કહો, તો પ્રશ્ન થશે કે 'ભારત દેશ' કોને કહેવો? અત્યારનો 'ભારત દેશ' જુદો છે, ૧૦૦ વર્ષ પહેલાં જુદો હતો, ૨000 વર્ષ પહેલાં જુદો હતો. વસ્તુતઃ કોઈપણ વસ્તુની ભક્ષ્યાભક્ષ્યતાનો નિર્ણય, માત્ર દેશ-વિદેશના આધારે ન થાય. આરોગ્ય માટે સારું ગણાતું સેંધવ મીઠું (સિંધાલૂણ) મોટે ભાગે પાકિસ્તાન વગેરે વિદેશથી જ આવે છે, અને છૂટથી જેનોમાં વપરાય છે
bottom of page
