top of page
Search


નય...
Download PDF નયોને સમ્યક્ સમજવા માટે નયોની વ્યાખ્યા બે જુદી રીતે છે – તે સમજવું અત્યંત જરૂરી છે. 1. ઘટના/વસ્તુ એક જ છે; જુદા જુદા નયો, જુદી જુદી રીતે વર્ણન કરે છે. દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે 🡺 a. કોઇ આત્મા વીતરાગ બન્યો – કેવળજ્ઞાન પામ્યો. નિશ્ચય નય એમ કહેશે કે જીવની અંદર રહેલો - આવરાયેલો ગુણ પ્રગટ થયો. વ્યવહાર નય એમ કહેશે કે જીવે એ ગુણ પ્રાપ્ત કર્યો. b. કુંભાર માટીને ખૂંદી રહ્યો છે. એવંભૂત નય કહેશે - ‘માટીને ખૂંદી રહ્યો છે.’


પુણ્ય પર ભરોસો છે?...
પુણ્ય પર તમારી શ્રદ્ધા કેવી છે ? તે વાત, એક દૃષ્ટાંતથી સમજાશે. ગોરેગાંવ-મુંબઇમાં મારા ગુરુદેવને મળવા એક ભાઈ આવેલા. તેમણે એક પ્રસંગ જણાવ્યો. પૌત્રને લઇને દેરાસર દર્શન કરવા ગયા. દર્શન કરાવીને પૌત્રના હાથમાં પૈસા આપીને કહ્યું – ‘બેટા, ભંડારમાં નાખ.’ પૌત્રએ પૂછ્યું – ‘દાદા, ભંડારમાં પૈસા શું કામ નાખવાના ?’ તમે પણ તમારા નાના દીકરા કે પૌત્રને આવું શીખવાડતા હશો. તે આવો પ્રશ્ન પૂછે, તો શું જવાબ આપો ? સભા : ધનની મૂર્ચ્છા ઉતારવા માટે. નાની ઉંમરના બાળકને આવા ભારેખમ શબ્દોમાં શું સમજાય ?


નવકાર-લેખન...
પ્રશ્ન : નવકાર લખવામાં શું લાભ ? ઉત્તર : નવકાર ગણવામાં-બોલવામાં શું લાભ છે ? તે કહો. તેમાં લાભ માનતા હો, તો ‘લખવામાં શું લાભ ?’ તેવો પ્રશ્ન કેમ થાય ? પ્રશ્નકાર : પાછળથી પરઠવવામાં આશાતના થાય... પરઠવવામાં આશાતનાના ભયે લખવાની આરાધના ન કરવી – તે તો ‘જૂ’ના ભયથી કપડાં કાઢી નાખવા જેવી વાત છે. જગતમાં જેનું સર્જન હોય છે, તેનું વિસર્જન હોય જ છે. સર્જનનો વિધિ હોય છે, તેમ વિસર્જનનો ય વિધિ હોય છે. પ્રભુભક્તિમાં અષ્ટમંગળ આલેખાતાં હોય છે. પછી તેનું વિસર્જન કરાય, ત્યારે તેમાં દોરેલા માછલી વગ
bottom of page
