top of page

કક્ષાભેદે ધર્મભેદ...

  • Apr 27
  • 2 min read
A depiction of the multi-faceted path of Jinshasan as explained by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb

  • જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે ➔ જીવની કક્ષા અનુસારે તેના માટેનો ધર્મ બદલાય છે.

  • કરપાત્રી લબ્ધિ ધરાવનાર સાધુ પાત્રા ન રાખે, અને હાથમાં વાપરે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ રાખવાથી થઇ શકતા સંભવિત મૂર્ચ્છા વગેરે દોષોથી બચાય છે, અને લબ્ધિ હોવાથી હાથમાં વાપરવામાં ઢોળાતું નથી.)

    તેવી લબ્ધિ ન ધરાવનાર સાધુ પાત્રા રાખે – તે ધર્મ છે. (કારણકે પાત્રુ ન રાખે, તો હાથમાં વાપરવામાં ઢોળાય. લોકનિંદા થાય... વગેરે અનેક દોષો છે.)

  • જેઓએ પર્યાપ્ત શાસ્ત્રાભ્યાસ કરી લીધો છે, તેવા જિનકલ્પી વગેરે નિરપેક્ષ સાધુઓ પરસ્પર વાતચીત પણ ન કરે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે પરસ્પર વાતચીતથી તેમને કશો લાભ નથી, અને અપેક્ષા ઊભી થવી વગેરે નુકસાનો સંભવિત છે.)

    જેમને શાસ્ત્રાભ્યાસ કરવાનો છે, તેવા સાધુઓ પરસ્પર સ્નેહ રાખે, ભણે-ભણાવે વગેરે પરસ્પર વ્યવહાર રાખે... તે તેમના માટે ધર્મ છે. (કારણકે તેમાં જ્ઞાનાદિની વૃદ્ધિનો લાભ છે.)

  • જેમણે સમગ્ર સંસારનો ત્યાગ કર્યો છે, તેવા સાધુ ભગવંતો પૈસા કમાય નહીં, રાખે નહીં, બધું જ યાચના દ્વારા મેળવે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે પૈસાની મૂર્ચ્છા વગેરે દોષોથી બચે છે.)

    સંસારમાં રહેનાર ગૃહસ્થો યાચના દ્વારા જીવનનિર્વાહ કરે – તે તેમના માટે અધર્મ છે (કારણકે તેમાં લોકનિંદા વગેરે દોષો છે.)

  • સાચા દેવ-ગુરુ-ધર્મની સમજ જેમને છે, તેઓ સુદેવ સિવાય કોઇને ન નમે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે બીજાને નમવામાં તેમના રાગાદિ દોષોની અનુમોદનાનો દોષ લાગે છે.)

    જેમને હજુ સાચા દેવ-ગુરુ-ધર્મની સમજ નથી, તેઓ કોઇપણ દેવને માને –નમે – તે તેમના માટે ધર્મ છે. (કારણકે તેનાથી તેઓ પાપભીરુ બને છે, પાપથી બચે છે, નાસ્તિકતાથી દૂર રહે છે...)

  • ટૂંકમાં, જિનશાસન. આત્મ-કલ્યાણ કરવા ઇચ્છતા દરેક જીવને સ્વીકારે છે... તેના કલ્યાણ માટેનો માર્ગ – તેની ભૂમિકા-સંયોગોના આધારે બતાવે છે... કોઇ એક ચોક્કસ માર્ગનો આગ્રહ રાખતું નથી... આગ્રહ એક જ વાતનો હોય છે – દોષો ઘટવા જોઇએ...

    એટલે જ, પરસ્ત્રીગમન જેવું અધમ પાપ છોડી ન શકનાર વંકચૂલ માટે પણ જિનશાસન કલ્યાણનો માર્ગ બતાવે છે – કમ સે કમ રાજાની રાણીને છોડી દેજે.

    અને એના પ્રભાવે વંકચૂલે આત્મ-કલ્યાણ સાધી પણ લીધું છે...

  • જગતના સર્વ (પાત્ર) જીવો માટે પોતપોતાની ભૂમિકા અનુસાર આત્મ-કલ્યાણનો માર્ગ બતાવનાર મારું જિનશાસન મહાન્ છે !

    અહો ! જિનશાસનમ્ !


અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Pragnesh Shah
Apr 27
Rated 5 out of 5 stars.

Khub khub anumodna for explaining in detail for every jeev who are eligible for our jain Dharma and moksh

Like
bottom of page