ઇમ્પોર્ટેડ ફ્રુટ વપરાય ?...
- 3 days ago
- 2 min read

પ્રશ્ન : ઇમ્પોર્ટેડ ફ્રુટ વપરાય ?
ઉત્તર :
ઇમ્પોર્ટેડનો અર્થ શું ?
વિદેશથી આવેલું - એમ કહો, તો પ્રશ્ન થશે કે 'વિદેશ કોને કહેવાય ?' ભારત દેશ સિવાય વિદેશ - એમ કહો, તો પ્રશ્ન થશે કે 'ભારત દેશ' કોને કહેવો?
અત્યારનો 'ભારત દેશ' જુદો છે, ૧૦૦ વર્ષ પહેલાં જુદો હતો, ૨000 વર્ષ પહેલાં જુદો હતો. વસ્તુતઃ કોઈપણ વસ્તુની ભક્ષ્યાભક્ષ્યતાનો નિર્ણય, માત્ર દેશ-વિદેશના આધારે ન થાય.
આરોગ્ય માટે સારું ગણાતું સેંધવ મીઠું (સિંધાલૂણ) મોટે ભાગે પાકિસ્તાન વગેરે વિદેશથી જ આવે છે, અને છૂટથી જેનોમાં વપરાય છે.
એટલે 'વિદેશી' હોય, તે ન વપરાય - આવો કોઈ નિયમ નથી. 'દેશી'ની તરફેણ કરનારાઓએ અનાન અને અતિરેકના કારણે આવો ભ્રમ ઊભો કર્યો હોય, તો તેનું કારણ તેઓ જાણે.
સભા : અજાણ્યું ફળ અભક્ષ્ય છે ને ?
અજાણ્યું ફળ કોને કહેવાય ?
નાનો છોકરો મા-બાપના કહેવાથી કેરી ખાય, તે તેના માટે તો અજાણ્યું જ છે. તો શું તેના માટે અભક્ષ્ય ગણાય ? નહીં જ, કારણકે મા-બાપનું તે જાણીતું છે. એટલે, શિષ્ટ પુરુષો જેના ગુણ-દોષને જાણતાં ન હોય, જેના સ્વરૂ૫ને (અનંતકાય છે કે નહીં ? વગેરે) જાણતાં ન હોય, તેને અજાણ્યું કળ કહેવાય.
ઇમ્પોર્ટેડ ફળ પણ, જો તેના ગુણ-દોષ-સ્વરૂપ વગેરેનું નાન ઉપલબ્ધ હોય, તો અજાણ્યું રહેતું નથી. અને એટલે ‘અજાણ્યું' હોવાના નામે તેને અભક્ષ્ય કહી શકાય નહીં. (બીજા કોઇ કારણથી અભક્ષ્ય હોય - તે જુદી વાત છે.) ઇન્ટરનેટના આજના જમાનામાં પ્રાયઃ કશું અજાણ્યું રહેતું નથી.
હા, પહેલી જ વાર જુએ, અને જ્યાં સુધી તેના અંગે વિશ્વાસપાત્ર માહિતી ન મળે, ત્યાં સુધી તેને 'અજાણ્યું' માનીને ત્યાગવું સારું છે. વિરવાસપાત્ર વ્યક્તિઓ પાસેથી માહિતી મળ્યા પછી તેને અજાણ્યું ન મનાય.એટલે તમે કોઈ ક્ષેત્રમાં કોઈને ત્યાં મહેમાન બનીને ગયા હો, તે એવું કોઈ ફળ પીરસે કે જે તમારા માટે અજાણ્યું હોય... પણ તે ક્ષેત્રમાં જાણીતું હોય... યજમાન આરાધક-પાપભીરુ શ્રાવક હોય, અને તે કહે કે 'આ આપણે વાપરી શકીએ તેવું છે... અહીં જૈનોમાં સર્વત્ર વપરાય છે...' તો પછી તેને ' અજાણ્યું' ન કહેવાય.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments