top of page

સંસાર અને મોક્ષનું મૂળ...

  • Jan 30
  • 1 min read
 Is happiness found in things or within? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb uses the headache analogy to explain why reducing expectations is the key to uprooting Sansar and achieving Moksha
  • માથાનો દુઃખાવો હોય, તેને ગોળીમાં સુખ દેખાય છે, ગોળી લેવાથી સુખનો અનુભવ થાય છે.

    જેને માથાનો દુઃખાવો છે જ નહીં, તેને ગોળીમાં સુખ દેખાતું પણ નથી, અનુભવાતું પણ નથી.

    વાસ્તવમાં તે વગર ગોળીએ સુખી જ છે.


  • તે રીતે, સામગ્રીની તૃષ્ણા હોય, તેને જ સામગ્રીમાં સુખ દેખાય છે - અનુભવાય છે.

    જેને સામગ્રીની તૃષ્ણા જ નથી, તેને સામગ્રીમાં સુખ દેખાતું જ નથી.

    તે વગર સામગ્રીએ સુખી જ છે.


    1. જેને મીઠી ભેળ જ જોઇએ, તેને મીઠી ભેળ મળે, તો જ સુખી થાય.

    2. જેને ગમે તેવી, પણ ભેળ જ જોઇએ; તેને ભેળ મળે, તો જ સુખી થાય.

    ૩. જેને પેટ ભરવા ગમે તે ખોરાક જોઇએ, તેને ખોરાક મળે, તો જ સુખી થાય.

    4. જેને શરીર જ ન હોવાથી કોઇ અપેક્ષા નથી, તે સદા સુખી જ છે.


  • આ ચારે જીવો ઉત્તરોત્તર વધુ સુખી છે, કારણકે તેમની અપેક્ષા ઓછી છે.

    આપણે ડાળીઓ કાપી, પણ 'સુખ સામગ્રીમાં જ છે' એવી સમજ રૂપી સંસારનું મૂળ

    અડીખમ ઊભું રાખ્યું.

    મૂળ અડીખમ હશે, તો કાપેલી ડાળીઓ ફરી ઊગશે.


  • જ્યાં સુધી એ મૂળને આપણે ઊખેડીશું નહીં.. 'સામગ્રીમાં સુખ છે જ નહીં' એ સમજને

    આત્મસાત્‌ કરશું નહીં.. ત્યાં સુધી આપણો સંસાર ઊખડવાનો નથી.


  • એક વાર પણ એ સમજ આત્મસાત્‌ કરી કે 'સુખ સામગ્રીમાં નથી', તો સંસારનું

    મૂળ ઊખડી જશે. એક પુદ્‌ગલ પરાવર્તમાં આપણો મોક્ષ થઇ જશે !



Extract from Book Adhyatma Path written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અધ્યાત્મ પથ (Adhyatma Path)
₹25.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page