top of page

સાધર્મિક ભક્તિ ઉત્તમ ક્યારે?...

  • Feb 20
  • 1 min read

Can one ritual lead to Moksha? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb uses the Oghaniryukti scripture to explain why Sadharmik Bhakti and Padilehan only bear fruit when practiced relative to other spiritual duties

  • ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં એક સરસ વાત આવે છે.

  • ત્યાં પડિલેહણનો વિધિ બતાવ્યા પછી, તેનો મહિમા બતાવતા જણાવ્યું છે –

    આ પ્રમાણે પડિલેહણ કરવાથી, અનેક ભવોમાં બાંધેલા અનંતા કર્મો ખપે છે.

  • પછી ત્યાં પ્રશ્ન કર્યો છે – તો પછી જિંદગીભર, આખો દિવસ પડિલેહણ

    જ કર્યા કરવાનું. તેનાથી જ મોક્ષ થઇ જશે.

  • તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે અઘરી-કષ્ટદાયક આરાધના શા માટે કરવાની ?

    તેનો શાસ્ત્રકારે જવાબ આપ્યો છે –

    જે સાધુ, યથોચિત તપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ-વિનય વગેરે કરતો હોય;

    તેને જ પડિલેહણ કરવાથી અનંતા કર્મો ખપે.

  • જે સાધુ બીજી બધી આરાધનાની ઉપેક્ષા કરીને માત્ર પડિલેહણ કર્યા કરે,

    તેને તેવું ફળ તો ન જ મળે, કદાચ કશું ફળ ન મળે !

    ત્યાં જણાવ્યું છે કે જિનશાસનનો દરેક યોગ,

    બીજા બધાને સાપેક્ષ રહીને આરાધાય, તો જ ‘યોગ’ બને છે, અન્યથા નહીં.

  • તો સાધર્મિક-ભક્તિ પણ ઉત્તમ ધર્મ ત્યારે જ બને,

    જ્યારે બીજા બધા યોગોને સાપેક્ષ રહીને કરાય.

    બીજા બધાની સર્વથા ઉપેક્ષા કરીને કરાય, તો તે ઉત્તમ ધર્મ ના બની શકે.



Extract from Book Samyaktva written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સમ્યક્ત્વ (Samyaktva)
₹50.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page