top of page
Search


સુખ કે દુઃખ મનને બંધાયેલા છે, સામગ્રીને નહીં…
અહીંથી ઘાટકોપરનો અમારો વિહાર હોય... કોઇકે કહ્યું હોય ૧૦ કિ.મી. છે. ૧૦ કિ.મી. ચાલવા છતાં ઘાટકોપર ન આવે. અમને સમયના આધારે ખ્યાલ આવી જાય, કે કેટલા કિ.મી. ચાલ્યા. રસ્તો સારો હોય, સીધો હોય, ક્યાંય પૂછવાનું ન હોય, તો હું કલાકના ૬ કિ.મી. ચાલતો હોઉં છું. ૧૦૦ મિનિટ થાય, એટલે ખબર પડી જાય કે ૧૦ કિ.મી. થયા. છતાં ઘાટકોપર ન આવે... પહોંચતાં બે કલાક ઉપર થાય... ખબર પડે કે ૧૨-૧૩ કિ.મી. થયા. તો શું થાય ? સભા : જેણે ૧૦ કિ.મી. કહ્યું હોય તેના પર ગુસ્સો આવે. તે પછીની વાત છે. મૂળ વાત એ છે કે - ‘આજે


દાદર આરાધના ભવન જૈન સંઘે ઈતિહાસ રચ્યો !
દાદર આરાધના ભવન જૈન સંઘમાં સાધારણના ફંડ માટે ગુરુ-ભગવંતના માર્ગદર્શનથી સુકૃતવલ્લી યોજના મૂકાઇ, જેમાં ₹ ૫૪૦૦ ની એક કુપન હતી, અને તે ₹ ૫૪૦૦ જુદા જુદા ખાતામાં વહેંચાઇ જાય, તેવી વ્યવસ્થા હતી; જેથી દરેક ખાતાનો લાભ મળે. ગુરુ ભગવંતે પ્રેરણા કરી કે સંઘના દરેક સંપન્ન પરિવારે, વ્યક્તિ દીઠ એક કુપન લેવી જોઈએ, કારણકે શ્રી સંઘ પરિવારના બધા સભ્યોને આરાધના માટે અનેક સગવડો આપે છે. શ્રી સંઘે આ વાત ઉમળકાભેર વધાવી લીધી. જે સંઘમાં કુલ ૯૦૦ માણસ સ્વામિવાત્સલ્યમાં જમે છે, તે સંઘે ૧૬૦૦ કુપનનું (₹ ૮૬.


નવસારી-આદિનાથ સંઘે પૂરું પાડ્યું સાધર્મિક ભક્તિનું સરસ ઉદાહરણ...
પ્રભુ વીરના જન્મવાંચનના દિવસે અનેક સંઘોમાં સંઘ સ્વામિવાત્સલ્ય થાય છે. મહાન્ પર્વનો દિવસ હોવાથી મોટાભાગે શ્રાવક-શ્રાવિકાઓ સ્વપ્ન-દર્શનમાં વ્યસ્ત હોય છે... સ્વામિવાત્સલ્યમાં પીરસવા વગેરેનું કાર્ય પગારદાર માણસો દ્વારા કરાવાય છે. નવસારી-આદિનાથ સંઘમાં ગુરુ ભગવંતે પ્રવચનમાં પ્રેરણા કરી – પૈસા ખર્ચીને લાભ લેનાર કરતા પણ અપેક્ષાએ પીરસવાની ભક્તિ કરનાર વધુ લાભ મેળવી શકે છે. જે સંઘ રત્નોની ખાણ છે, જેમાં કોઈ તીર્થંકર કે ગણધરનો આત્મા હોય... કોઈ ભવિષ્યના મહા-પ્રભાવક મહાપુરુષ હોય... શાસનની ર
bottom of page
