top of page
Search


કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ નહીં…
પ્રવૃત્તિથી થતો કર્મબંધ, પ્રવૃત્તિના બાહ્ય પરિણામથી નહીં, તમારી અંદર રહેલ પરિણતિથી થાય છે. તમારી પાસે પ્રભુની કૃપાથી ઘણી સંપત્તિ હોય.. કો’ક ઉપાશ્રયના નામકરણનો ચઢાવો મોટી રકમમાં તમે લીધો.. ઉપાશ્રય બની ગયો, ઉદ્ઘાટન થઇ ગયું, ઉપાશ્રયનો ઉપયોગ પણ ચાલુ થઇ ગયો.. કોઇપણ કારણથી તમારા નામની તક્તી ન લાગી, તો શું થાય ? તમને તમારું દાન સફળ લાગે કે નિષ્ફળ ? સભા : છે તો સફળ, અમને લાગે નિષ્ફળ. તમે દાન શેના માટે કર્યું ? આરાધનાનો લાભ મળે તેના માટે ? કે તક્તી લાગે તેના માટે ? આરાધના તો થઇ જ રહી


કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ (Result) નહીં…
કોઇપણ પ્રવૃત્તિથી થતા કર્મબંધનો આધાર, તે વ્યક્તિના અંતરમાં રહેલી પરિણતિ છે; તે પ્રવૃત્તિથી બહાર જે પરિણામ આવે છે, તે નહીં. મારા વ્યાખ્યાનમાં ૧૦૦ માણસ સાંભળવા આવે કે ૧૦૦૦ આવે, તેનાથી મારા પુણ્યબંધમાં ફરક પડતો નથી. મારા પુણ્યબંધનો આધાર, મારા અંતરમાં રહેલી (શ્રોતાઓને સન્માર્ગ બતાવવાની) કરુણા ભાવના, ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવાની ભાવના, સંઘ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવાની ભાવના, ભવાંતરમાં જિનવચન મને મળે તે માટે બીજાને આપવાની ભાવના.. એ બધા પર રહેલો છે. સભા : સંખ્યા વધે, તો ભાવ પણ વધે


જો આયંબિલ સાચું કરવું હોય તો.. અવશ્ય વાંચો..
Inspiration by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
bottom of page
