top of page
Search


સંસ્કાર શી રીતે સુધરે ?
કોઇપણ ભાવનાનું પરિણામ તાત્કાલિક મળતું નથી. મળે તો દેખાતું નથી, કારણકે વિપરીત સંસ્કારો અનંત કાળના છે. તેનો નાશ કરવા લાંબા કાળ સુધી, સતત અને સખત પુરુષાર્થ અનિવાર્ય છે. સભા : સંસ્કાર એટલા ગાઢ છે કે પુરુષાર્થ કાચો પડે છે. એવું ન માનો કે પુરુષાર્થ નિષ્ફળ જાય છે. મને ગુસ્સો બહુ આવતો હોય... હું જાતને ભાવિત કરું કે ‘ગુસ્સો કરવા જેવો નથી...’ તેનાથી ગુસ્સો આવતો સર્વથા બંધ ન થાય. પણ, પહેલાં ૧૦ નિમિત્ત મળે, તો દસેમાં ગુસ્સો આવતો હોય, તો હવે ૧૦માંથી ૮-૯ માં આવે. એક-બે વાર યાદ આવે – ‘ગુસ્સ


આરાધના શા માટે કરવાની ?
ધંધો કોને કહેવાય ? બજારમાં જવું... ખરીદી કરવી... વેચાણ કરવું... વગેરેને વ્યવહારથી ધંધો કહેવાય. પણ વર્ષના અંતે જો નફો ન થયો હોય, ખોટ જ આવી હોય, તો એમ કહેવાય કે ‘ધંધો કરતા આવડ્યું નહીં.’ સાચો ધંધો કરેલો ત્યારે જ કહેવાય કે નફો થાય. સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરો, તો ‘તમે આરાધના કરી’ એવું વ્યવહારથી કહેવાય. પણ તેનાથી જો રાગ-દ્વેષમાં સહેજ પણ ઘટાડો ન થાય, તો એમ જ કહેવાય કે ‘આરાધના કરતાં આવડ્યું નહીં.’ રાગ-દ્વેષ ઘટે, તો જ આરાધના કરેલી સાચી ગણાય. ધંધો કરનારા વર્ષના અંતે સરવૈયું બનાવે


આરાધના કોને કહેવાય ?
કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય – હેતુ, સ્વરૂપ અને ફળથી. દવા કોને કહેવાય ? ‘રોગ મટાડે, એ દવા’ – આ ફળથી વ્યાખ્યા છે. ‘ટીકડી વગેરે દવા’ – આ સ્વરૂપથી વ્યાખ્યા છે. પ્રધાન વ્યાખ્યા ફળથી જ થાય છે. સ્વરૂપ હોવા છતાં, જો તેનું કામ ન કરે, તો તે ‘નામની’ વસ્તુ કહેવાય છે. ટીકડી લેવા છતાં રોગ ન મટે, તો એમ જ કહેવાય કે ‘નામની દવા છે, બાકી કંઈ કામની નથી.’ ડિગ્રીથી ડોક્ટર હોવા છતાં કોઈને સાજો ન કરી શકતો હોય, તો એમ જ કહેવાય કે ‘નામનો ડોક્ટર છે.’ સામાયિક, પ્રતિક્રમણ વગેરેને આરાધના કહેવી – ત
bottom of page
