top of page
Search


જિનશાસન - સુખનો માર્ગ - ૨
પ્રભુએ સુખી થવાનો જે માર્ગ બતાવ્યો, તેનું નામ જ ધર્મ છે – જિનશાસન છે. શાસન એટલે શું ? •સુખી થવાનો પ્રભુએ બતાવેલો માર્ગ – શ્રુતજ્ઞાન, શાસ્ત્રો... •તે માર્ગ પર ચાલનારા આરાધકો – ચતુર્વિધ સંઘ... •તે માર્ગ પર ચાલવામાં અનુકૂળ બનતી સામગ્રી – જિનમંદિર, પાઠશાળા, તીર્થો, આયંબિલશાળા વગેરે... એ બધાનો સમુદાય તે જ જિનશાસન છે. તે બધાના કેન્દ્રમાં તો પ્રભુએ બતાવેલો સુખી થવાનો માર્ગ જ છે. ધર્મ કરવાનો – પાપ છોડવાનો ઉપદેશ પ્રભુએ શા માટે કર્યો ? તેવો આગ્રહ રાખવામાં પ્રભુને શો સ્વાર્થ હતો ? કંઇ જ


જિનશાસન - સુખનો માર્ગ - ૧
તમે અહીં કેમ આવ્યા ? સભા : વ્યાખ્યાન સાંભળવા માટે. બરાબર. જો વ્યાખ્યાન સામેના હોલમાં હોત, તો ? સભા : તો ત્યાં આવત. એનો અર્થ એ છે કે ભલે તમે અહીં આવ્યા, તમારે નિસ્બત વ્યાખ્યાન સાથે હતી, આ જગ્યા સાથે નહીં. વ્યાખ્યાન અહીંયા હતું, એટલે તમે અહીં આવ્યા. તે રીતે, પ્રભુ તો સુખનો જ માર્ગ બતાવવા માગતા હતા. મોક્ષ તો સુખનું સરનામું માત્ર છે… ત્યાં સુખ હોવાથી પ્રભુએ તેનો માર્ગ બતાવ્યો. પ્રભુને નિસ્બત આપણને સુખી કરવા સાથે જ છે, મોક્ષ સાથે નહીં... મોક્ષમાં આપણને બધાને ભેગા કરવાથી પ્રભુને શ


આરાધનાનું સાચું ફળ શું ?
આયંબિલ, રસનાની આસક્તિ ઘટાડવા માટે કરવાનું છે. તો એ આસક્તિ, આયંબિલના દિવસે જ ઘટાડવાની ? કે આયંબિલના પરિણામરૂપે કાયમ માટે ઘટાડવાની ? મોટા ભાગના લોકોના મનમાં એવું જ બેઠેલું છે કે આયંબિલના દિવસે આસક્તિ ત્યાગવાની. આયંબિલના પરિણામરૂપે, આત્મામાં રહેલા રસનાની આસક્તિના સંસ્કારો ઘસાવા જોઇએ.. અને એટલે પછીના દિવસોમાં પણ રસનાની આસક્તિ ઘટવી જોઇએ – એવું મોટા ભાગના લોકો સમજ્યા જ નથી. અને એટલે, પારણામાં જયાફત ઊડાવવા જોઇએ છે... ભરપૂર આસક્તિ પોષાય – તે રીતે વાપરે છે. આયંબિલ કરીને પારણામાં જયાફત
bottom of page
