top of page

સમ્યગ્દર્શન અને સમ્યગ્‌જ્ઞાન...

  • Writer: Shraman Books
    Shraman Books
  • 1 day ago
  • 1 min read

  • જે જ્ઞાન કોઇના વચનથી થાય, તેમાં સ્વીકાર-શ્રદ્ધા અનિવાર્ય છે. જ્યાં સુધી સ્વીકાર ન હોય, ત્યાં સુધી જ્ઞાન થતું નથી. નાસ્તિક કે જૈનેતર માન્યતાની પકડવાળો જીવ, ‘પાણીમાં જીવ છે.. (એટલે પાણીનો ઉપયોગ અલ્પતમ કરવો જોઇએ)..’ આવું વચન સાંભળે તો પણ તેને સ્વીકારતો નથી. એટલે ‘પાણીમાં જીવ છે’ એવું પદાર્થજ્ઞાન તેને થતું નથી. આમ, શ્રુતનાં વચનોથી જ્ઞાન થવા માટે શ્રદ્ધા આવશ્યક છે.

    એટલે જ, સમ્યગ્દર્શન (શ્રદ્ધા) વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી.


  • જેને ‘પ્રભુનાં બધાં વચનો સત્ય જ છે’ એવી શ્રદ્ધા (સમ્યગ્દર્શન) થઇ જાય, તે પ્રભુનું કોઇપણ વચન સાંભળે, તો તરત જ તેને સ્વીકારે છે, અને તે વિષયનું સમ્યગ્ જ્ઞાન પામે છે. એટલે, તે વચન જાણ્યા પૂર્વે, તે વિષયનું સમ્યગ્ જ્ઞાન ન હોય તો પણ, સર્વજ્ઞ પરની શ્રદ્ધાના કારણે યોગ્યતારૂપે તે જ્ઞાન છે – એમ શાસ્ત્રકારે કહ્યું છે.


  • એટલું જ નહીં, કદાચ તેને કોઇ વિષયમાં પ્રભુના વચન કરતાં વિપરીત જ્ઞાન હોય તો પણ, જ્યારે તેને ખબર પડે કે ‘પ્રભુનું વચન તો જુદું કહે છે’; ત્યારે પોતાનું ભૂતકાળનું જ્ઞાન ખોટું હોવાનું તે સ્વીકારી લે છે, પક્કડ રાખતો નથી. એટલે, પક્કડ ન હોવાના કારણે જ, તેનું કોઇક વિષયનું (અનાભોગાદિથી થયેલું) વિપરીત જ્ઞાન પણ, મિથ્યાજ્ઞાન કહેવાતું નથી.


  • પ્રત્યક્ષ થતા જ્ઞાનને પણ વિપરીત પક્કડવાળો જીવ સ્વીકારતો નથી. જેમ કે પદાર્થો દીર્ઘ કાળ ટકે છે – એવો અનુભવ પ્રત્યક્ષ થતો હોવા છતાં, એકાંત નિશ્ચયવાદી (ક્ષણિકવાદી) બૌદ્ધો તે વાત સ્વીકારતા નથી, તેને ભ્રમ માને છે. 

    એટલે, પ્રત્યક્ષ અનુભવ પણ, સ્વીકાર-શ્રદ્ધા વિના જ્ઞાનનું કારણ બનતો નથી.


Extract from Book Gyan Panchak written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

જ્ઞાન-પંચક (Gyan Panchak)
₹15.00₹5.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page