top of page

સાધનાક્રમ...

  • Feb 14
  • 1 min read

Is "witness consciousness" enough for spiritual growth? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the 3-step સાધનાક્રમ and why avoiding inauspicious causes is vital for every seeker

  • સાધનાક્રમ આ બને છે 🡪

    1. અશુભ નિમિત્તોથી દૂર રહેવું.

    2. જયાં અશુભ નિમિત્તોથી દૂર રહેવું શક્ય જ નથી, ત્યાં રાગ-દ્વેષ ન થાય, અલ્પ થાય – તેવો પુરુષાર્થ કરવો.

    3. છદ્મસ્થતાવશાત્ જે રાગ-દ્વેષ થાય, તેનું પ્રાયશ્ચિત્ત કરવું.

    આ ક્રમમાંથી એક પણ વસ્તુ ગુપચાવવી, તે સાધના નથી.

  • ‘નિમિત્તોમાં સાક્ષીભાવ જ રાખવાનો છે, નિમિત્તોથી દૂર રહેવાની જરૂર નથી...’ આવું કોઇ પ્રભુવચન નથી, સંસારમાં પાડનારો ઘોર ઉન્માર્ગ છે.

    રાગ-દ્વેષ પર સાક્ષીભાવ રાખવાનો ઉપદેશ જિનશાસનમાં નથી. તેનું પ્રાયશ્ચિત્ત ન કરનારને અનંત સંસારની વૃદ્ધિ શાસ્ત્રોમાં બતાવી છે.

  • જેમને સંપૂર્ણ સાક્ષીભાવ પ્રાપ્ત થઇ ચૂક્યો છે, તેવા કેવલી ભગવંત પણ વિહાર, ગોચરી, પડિલેહણ, જરૂર હોય તો ગુરુસેવા વગેરે શુભ ક્રિયા અવશ્ય કરે છે.

  • છદ્મસ્થ જીવોમાં સંભવિત એવા સર્વોત્કૃષ્ટ સાક્ષીભાવના સ્વામી તીર્થંકર પરમાત્મા પણ ચારિત્રનું ગ્રહણ, પાલન, વિહાર, ગોચરી, તપ, કાયોત્સર્ગ, પરિષહ સહન કરવા વગેરે શુભ ક્રિયા અવશ્ય કરે છે.



Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અધ્યાત્મ માર્ગ (Adhyatma Marg)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page