ધર્મક્રિયાનું ફળ - સંસ્કાર...
- Feb 27
- 1 min read

વાત એ છે કે ક્રિયાથી સંસ્કાર પડે છે, અને સંસ્કાર ક્રિયાને સરળ બનાવે છે.
જેમણે વર્ષીતપ કર્યો હતો, તેમને પૂછજો – પહેલા છટ્ઠમાં.... શરૂઆતના ૪-૫ ઉપવાસમાં...
સાંજે ભૂખ લાગતી હતી ? અશક્તિ લાગતી હતી ? જવાબ પ્રાયઃ હા માં હશે.
કદાચ માથું-પગ પણ દુઃખ્યા હશે... કો’કને પારણું કરવાનો વિચાર પણ આવી ગયો હશે.
મહિનો થઇ ગયા પછી શું થતું હતું ? તે પૂછશો, તો પ્રાયઃ જવાબ એ હશે કે પછી ઉપવાસ સહજ થઇ ગયેલો. ખાવાનું યાદ પણ ન આવે... બરાબર ?
તેનું કારણ શું ? ૧ મહિના સુધી કરેલા ઉપવાસે સંસ્કાર ઊભા કર્યા,
(અથવા ખાવાના સંસ્કાર ઘટાડ્યા) જેનાથી આગળના ઉપવાસ સરળ બની ગયા.
વ્યાખ્યાનમાં સામાયિક કરવાની પ્રેરણા કરી, ત્યારે ઘણાંની વાત હતી –
કપડાં બદલવાની આળસ છે.*તેમને જ પૂછો – પૂજા કરવા માટે કપડાં બદલવાની આળસ આવે છે ? નહીં. કેમ નહીં ?
કારણકે તેના સંસ્કાર છે. નાનપણથી એ સંસ્કાર છે કે સ્નાન કરો,
એટલે પૂજાનાં કપડાં પહેરવા.
એક વાર સંસ્કાર પડે, પછી તે આરાધના માટે વિશિષ્ટ પુરુષાર્થ નથી કરવો પડતો. સામાન્ય પુરુષાર્થથી તે આરાધના થઇ જાય છે.
ક્રિયાથી પાપબંધ અટકે, પુણ્યબંધ થાય- એ નાનું ફળ છે. ક્રિયાથી સંસ્કાર પડે છે –
એ બહુ મોટું ફળ છે. કારણકે એ સંસ્કાર ક્રિયાને ખેંચી લાવે છે, ટકાવે છે, સરળ બનાવે છે... જે આગળ જતાં ભાવને લાવવાનું કારણ બને છે.
Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments