top of page

સમતા...

  • Nov 28, 2025
  • 1 min read
Are your words helping or hindering a seeker? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains why discretion (Vivek) is vital when speaking to monks and how to protect equanimity (Samta)

સખત ગરમી હોય ત્યારે પણ.. પરસેવાના રેલા ઉતરતા હોય તો પણ.. સાધુ મસ્તીથી સ્વાધ્યાય કરી રહ્યો હોય, ગરમીની નોંધ પણ ન લેતો હોય. ત્યારે તમારા જેવા વંદન કરવા આવ્યા હોય, તે કહે. - 'સાહેબ ! બહુ ગરમી છે. આવી તો ક્યારેય નથી પડી.’ અને મહાત્માનું મન સ્વાધ્યાયમાંથી ગરમી પર જાય - તેની સમતા ખંડિત થાય. 

આવું બોલવાથી શો લાભ થાય ?


સાધક આત્માઓ સાથે શી રીતે વાત કરવી ? તેનો તમારે વિવેક કેળવવો જોઈએ.

તેમની સાધના વધે, તેવી જ વાત કરાય, બીજી નહીં.


એક વાત યાદ રાખો.

ગોચરીમાં મીઠાઇ આવે કે કરિયાતું - બંને સમાન લાગે તે મારો આદર્શ છે. પણ તેવી પરિણતિ આત્મસાત્ ન થઈ હોય, મીઠાઇ પર રાગ થઈ જ જતો હોય, તો મીઠાઇ છોડવી - એ મારા માટે માર્ગ છે. ભલે એ સર્વોત્કૃષ્ટ સમતા નથી, પણ ‘વિગઈના ત્યાગ નો પ્રશસ્ત રાગ; વિગઈ પરના અપ્રશસ્ત રાગને તોડનાર છે.


તે રીતે, તમે ગમે તે બોલો, ત્યારે સમતા ટકાવવી - તે મારા માટે આદર્શ છે.

પણ તેવી પરિણતિ પ્રાપ્ત ન થઈ હોય, તો અવિવેકી શ્રાવકોના સંપર્કથી દૂર રહેવું – એ માર્ગ છે.


Extract from Book Aho ! Jinshashanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

અહો ! જિનશાસનમ્ (Aho Jinshasanam)
₹70.00₹20.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page