કયું મીઠું સચિત્ત છે ? કયું મીઠું અચિત્ત છે ?

પ્રશ્ન : કયું મીઠું સચિત્ત છે ? કયું મીઠું અચિત્ત છે ?
ઉત્તર : ચાર પ્રકારનું મીઠું હાલ બજારમાં મળે છે
સાદું (પ્રાયઃ આખું) મીઠું, રિફાઇન્ડ મીઠું (ટાટા વગેરે કંપનીનું), સંચળ મીઠું (Black Salt), સિંધાલૂણ અથવા સૈંધવ મીઠું (Rock Salt).
દરેકની સચિત્તતા-અચિત્તતા જોઇશું.
સાદું મીઠું : સચિત્ત છે. તે બે રીતે અચિત્ત થાય .
- તાવડી વગેરેમાં (રંગ બદલાય તેટલું) શેકવાથી. તે રીતે અચિત્ત થયા પછી
શિયાળામાં (કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪) ૧૫ દિવસ
ઉનાળામાં (ફાગણ સુદ ૧૫ થી અષાડ સુદ ૧૪) ૩૦ દિવસ
ચોમાસામાં (અષાડ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪) ૭ દિવસ અચિત્ત રહે.
- કુંભારના નિભાડામાં પકવવાથી. તેને જ્યાં સુધી ભેજ ન લાગે, ત્યાં સુધી અચિત્ત રહે. સામાન્યથી ૧ વર્ષથી વધુ સમય પછી અચિત્ત ન માનવું સારું છે.
રિફાઇન્ડ મીઠું : આના વિશે બે અભિપ્રાય છે .
રિફાઇનિંગમાં કુંભારના નિભાડા જેવી ગરમી અપાતી હોવાથી તે લાંબો સમય અચિત્ત રહે.
રિફાઇનિંગમાં કુંભારના નિભાડા જેવી તીવ્ર ગરમી પણ નથી હોતી અને જે ગરમી હોય છે તે ખૂબ અલ્પ સમય માટે હોય છે, તેથી તેની અચિત્તતાનો કાળ ટૂંકો છે.
બીજા અભિપ્રાયને અનુસરવામાં નુકસાન નથી.
સંચળ મીઠું : બે રીતનું આવે છે
કુદરતી : એ સચિત્ત છે.
કૃત્રિમ : એ અચિત્ત છે.
જાણકારોના કહેવા મુજબ, હાલ બજારમાં મળતું બધું જ સંચળ કૃત્રિમ જ હોય છે. તે પણ બે રીતનું હોય છે .
- ગાંગડા : તેને અચિત્ત માની શકાય.
- પાવડર : તેમાં સાદું મીઠું ભેળવવામાં આવતું હોવાની શંકા રહેતી હોવાથી સચિત્ત માનવું પડે.
સિંધાલૂણ : બે રીતનું આવે છે 🡺
ગુલાબી : સચિત્ત છે.
સફેદ : અચિત્ત છે.
સંશોધનથી જણાયું છે કે બજારમાં મળતાં સફેદ સિંધાલૂણનો પાવડર જેમાંથી બને છે, તે પથ્થર તો આછા ગુલાબી રંગના જ હોય છે; તેથી તે સચિત્ત છે. સંપૂર્ણ સફેદ પથ્થર લઇને પીસવામાં આવે, તો જ અચિત્ત માની શકાય.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments