top of page

સવારનું (નવકારશી વગેરે) પચ્ચક્ખાણ કેટલી વાર લેવાનું ? ક્યાં ?

  • Jul 23
  • 1 min read

Updated: Aug 1

An illustration of a Jain practitioner performing morning rituals or taking a Navkarsi Pachchakkhan before sunrise to begin their day with spiritual discipline

પ્રશ્ન : વારનું (નવકારશી વગેરે) પચ્ચક્ખાણ કેટલી વાર લેવાનું ? ક્યાં ?

ઉત્તર :

સવારનું પચ્ચક્ખાણ ત્રણ વાર લેવાનું છે

  1. ઊઠીને જાતે. રાઈ પ્રતિક્રણ કરતાં હોય, તેણે પ્રતિક્રમણમાં લેવાનું.

  2. પરમાત્માના દર્શન કરવા જાય, ત્યારે પરમાત્મા પાસે.

  3. ગુરુ ભગવંતને વંદન કરવા જાય, ત્યારે ગુરુ ભગવંત પાસે.


જ્યારથી પચ્ચક્ખાણ લેવાય, ત્યારથી તેનું ફળ મળવાનું શરૂ થાય. એટલે, જેટલું વહેલું લેવાય, તેટલું ફળ વધે.

એટલે, ઊઠીને તરત પચ્ચક્ખાણ લઈ લેવું જોઈએ. મોડામાં મોડું સૂર્યોદય પહેલાં તો લેવું જ જોઈએ.


મોટા ભાગના શ્રાવકો રોજ નવકારશી કરે છે, અને નવકારશીનું પચ્ચક્ખાણ સાવ નાનું-સરળ છે. ૧૦/૧૫ વાર વાંચવા-સાંભળવાથી યાદ રહી જાય તેવું છે. એટલે તેને યાદ કરી લેવું જોઈએ, જેથી જાતે લઈ શકાય.

એક વાર યાદ કરી લેવાથી જીવનભર સમયસર-વહેલાસર પચ્ચક્ખાણ લઈ શકાય, પ્રભુની આજ્ઞા પળાય, વિરતિનો સમય વધે... કેટલો બધો લાભ થાય !


સવારે વાપરતાં પૂર્વે પ્રભુના દર્શન પણ કરવા જોઈએ, ગુરુ ભગવંતને વંદન પણ કરવું જોઈએ. અને તે વખતે પણ પચ્ચક્ખાણ લેવું જોઈએ. પ્રભુની સાક્ષીએ – ગુરુ ભગવંતની સાક્ષીએ પચ્ચક્ખાણ લેવાથી તેની દૃઢતા થાય છે, પરિણામ વધુ વિશુદ્ધ બને છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page