સૂત્ર બોલતાં ધ્યાન શી રીતે થાય ?...
- Aug 1
- 1 min read

લોગસ્સ બોલતાં ચિત્તને તેમાં એકાગ્ર શી રીતે કરવું ?
તે ઉપાય પૂ. ભુવનભાનુસૂ. મ.સા. એ બતાવ્યો છે. તેમાં ત્રણ ગાથામાં ૨૪ ભગવાનનાં નામ છે.
“ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ,
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે.”
આ ગાથામાં એક એક લીટી(પાદ)માં, ૨-૩-૨-૧ ભગવાનનાં નામ છે. તે બોલતાં નજર સામે પરમાત્માની પ્રતિમાઓ આ રીતે લાવવાની
તો ચિત્ત તેમાં એકાગ્ર બને. આવું ત્રણે ગાથામાં કરવાનું.
સભા :આજ સુધી અમે આવું કર્યું જ નથી. તો બધી આરાધના નિષ્ફળ ગઇ ?
ના. ધ્યાન ન બને, તે સાધના સર્વથા નિષ્ફળ જ હોય - તેવું નથી. અલબત્ત, ધ્યાન વિના કેવળજ્ઞાન ન થાય. ધ્યાનરૂપ બનેલ સાધનાથી જ વિશિષ્ટ ફળ મળે.
પણ ધ્યાનરૂપ ન બનેલ સાધનાનું પણ ફળ તો છે જ.
તેમાં જેટલા શુભ ભાવ હોય, તેટલા શુભ સંસ્કાર વધે છે. જેટલી શુભ ક્રિયા હોય – શુભ ઉપયોગ હોય; તેટલું પુણ્ય બંધાય છે. તેનાથી પણ ફળ તો મળે જ છે.
Extract from Book Dhyan Jain Dharmani Drushtie written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments