top of page

નિષ્ફળતાનો અર્થ...

  • Jul 25
  • 1 min read

Updated: Aug 1

An illustration of a student or practitioner studying Jain scriptures, representing the concept that spiritual effort always results in Karmanirjara regardless of the immediate outward result


જે ફળ માટે મહેનત કરી હોય, તે ફળ ન મળે, તો ‘મહેનત નિષ્ફળ ગઇ’ એમ કહેવાય છે. પણ તેનો અર્થ એ નથી, કે કોઇ જ ફળ નથી મળ્યું. જેના માટે મહેનત કરી હતી, તે ફળ ન મળ્યું – એ જ તેનો અર્થ છે. તેના સિવાય બીજું ફળ મળ્યું હોય – તેવું સંભવિત છે જ.


૩૦ માર્ક લાવનાર છોકરો નાપાસ ભલે થયો; ૩૦ માર્ક આવ્યા, તે બતાવે છે કે તેને કંઇક તો આવડ્યું છે. તેના જ્ઞાનમાં કંઇક વૃદ્ધિ તો થઇ જ છે.


તમે ગાથા ગોખવા માટે અડધો કલાક મહેનત કરી. કદાચ ગાથા ન આવડી. તમારી મહેનત સફળ કહેવાય કે નિષ્ફળ ?

તમે એમ જ કહો છો કે ‘અડધો કલાક મહેનત કરી, પણ કાંઇ ન આવડ્યું’. મહેનત નિષ્ફળ ગયાનો અફસોસ જ લગભગ તમને થતો હોય છે.


હકીકત એ છે કે ભલે ગાથા ન આવડી હોય, અડધો કલાક ગોખવાના સમ્યક્ પુરુષાર્થથી તમને કર્મનિર્જરા તો થઇ જ હોય છે.

તે ફળ તો મળ્યું જ છે.


(ખરેખર તો કર્મનિર્જરા એ જ અહીં મુખ્ય ફળ છે. પણ તમારા

મનમાં ‘ગાથા આવડવી’ એ જ ફળ મુખ્યરૂપે બેઠું હોવાથી તમને મહેનત નિષ્ફળ લાગે છે.)





Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
₹25.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page