top of page

શાસ્ત્રવચનનું તાત્પર્ય ખોળીએ...

  • May 30
  • 1 min read
 Is drinking plate-washings equal to an Ayambil fast? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the true meaning behind this saying and the importance of staying within scriptural boundaries when giving sermons.


સભા : ‘થાળી ધોઇને પીવાથી આયંબિલનો લાભ મળે’- તેવું કહેવાય છે,તેનું તાત્પર્ય શું ?


જો એનો અર્થ એમ જ કરો કે ૧ આયંબિલથી જેટલું પુણ્ય બંધાય,તેટલું જ પુણ્ય થાળી ધોઈને પીવાથી બંધાય;તો પછી તો આયંબિલ કરવાની જરૂર જ નહીં રહે. ઊલ્ટું આયંબિલ કરનારને ૧ આયંબિલનું પુણ્ય બંધાશે;નવકારશી કરનાર ૩ વાર થાળી થોઇને પીશે,તો ૩ આયંબિલનું પુણ્ય બંધાશે.


એટલે આનું તાત્પર્ય આવું હોઇ શકે – થાળી ધોઇને ન પીવાય,તો સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસા થાય. તેનું પ્રાયશ્ચિત્ત ૧ આયંબિલ આવતું હોઇ શકે. એટલે જો થાળી ધોઇને પીવે,તો તે પાપથી બચી જાય – તેને લાભ રૂપે બતાવ્યો.જેમ નફો ઓછો થવો,તે નુકસાન છે;તેમ નુકસાન ઓછું થવું,તે લાભ ગણાય જ છે. અલબત્ત,આ મારી કલ્પના છે. ગીતાર્થો કોઇ બીજું પણ તાત્પર્ય કાઢી શકે. પણ ૧ આયંબિલ જેટલું પુણ્ય બંધાય તેવું તાત્પર્ય ન હોય.


સભા : તેમ કહેવાથી થાળી ધોઇને પીવાનું શરૂ કરતા હોય,તો કહેવામાં વાંધો શું?

કોઇને કોઇપણ ધર્મ કરાવવા માટે,શાસ્ત્રમાન્ય લાભ બતાવી શકાય,ગમે તેવા -મન ફાવે તેમ નહીં.

હું અટ્ઠમ કરાવવા માટે તેના શાસ્ત્રમાન્ય લાભ બતાવું,ત્યાં સુધી બરાબર છે.. પણ કોઇને અટ્ઠમ કરાવવા માટે,‘અટ્ઠમ કરવાથી દીક્ષા લેવા જેટલું ફળ મળે...’ તેમ તો ન જ કહેવાય ને ?


સારા આશયથી,સારું કામ કરાવવા માટેનો ઉપદેશ પણ શાસ્ત્રમર્યાદાની અંદર રહીને જ કરાય. નહીં તો ઊંધા અર્થઘટનો થવાથી અનેક નુકસાનો થાય. થાળી ધોઇને પીવામાં આયંબિલનો લાભ બતાવવાથી,આયંબિલ છોડીને કોઇ થાળી ધોઇને પીવા માંડે,તો ?



Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page