top of page

સંપ્રતિ મહારાજા...

Jun 16
2 min read

Updated: Aug 1

An artistic depiction of Samrat Samprati witnessing the Samaiyu (grand procession) of Acharya Arya Suhastisuriji, leading to his Jatismaran Gyan and commitment to building Jain temples across India


‘આ શેનાં વાજાં વાગે છે ?’

કોલાહલ સાંભળીને રાજાને જોવાનું કુતૂહલ થયું.

આચાર્ય ભગવંતનું સામૈયું થઇ રહ્યું હતું.

આચાર્ય ભગવંતને જોતાં રાજાને લાગ્યું કે એમને ક્યાંક જોયા છે... જાતિસ્મરણ જ્ઞાન થયું... પોતાને પૂર્વભવમાં દીક્ષા આપનાર આ આચાર્ય ભગવંત હતા – તે ખ્યાલ આવ્યો. એ દીક્ષાના પ્રભાવે જ પોતે રાજવૈભવ પામ્યો - એ સમજાયું...

સમગ્ર રાજવૈભવ આચાર્ય ભગવંતના ચરણે ધરી દેવા તૈયાર થયો.

નિષ્પરિગ્રહી–નિઃસ્પૃહ આચાર્ય ભગવંતે પોતે કશું ન લીધું, પણ જિનશાસનની પ્રભાવનાનો ઉપદેશ કર્યો. એ રાજાએ અપ્રતિમ શાસન-પ્રભાવના કરી.


- આચાર્ય ભગવંતનું નામ – દશ પૂર્વધર આર્ય સુહસ્તિસૂ. મ. સા...

- રાજાનું નામ – સમ્રાટ સંપ્રતિ,

- જેણે સવા લાખ જિનમંદિરો બનાવ્યા... દક્ષિણ પ્રદેશને સાધુઓના વિહારને યોગ્ય બનાવીને લાખો લોકો સુધી જૈન ધર્મ પહોંચાડ્યો.

- આ રાજાના પ્રતિબોધમાં નિમિત્ત બન્યું – આચાર્ય ભગવંતનું સામૈયું...

- જિનશાસનમાં દેવ-ગુરુની મહત્તા વધારવા માટે ઉચિત આડંબરનાં જે વિધાન છે, તે સાર્થક છે ! એ, આ ઘટના આપણને

જણાવે છે.


→ આજે એવું બને છે કે કોઇક અનુષ્ઠાનમાં અવિવેક વગેરે કારણે કંઇક અનુચિત થાય, તો તેને highlight/enlarge કરીને

અનુષ્ઠાનને જ વખોડી દેવામાં આવે છે. અને તે ય એટલે સુધી કે ‘કોઇએ ક્યાંય કોઇ અનુષ્ઠાન કરવા/કરાવવા જ ન

જોઇએ’ – એવો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે.

→ ત્યારે એ સમજવું જરૂરી છે કે વિશિષ્ટ જ્ઞાન-પરિણતિ-વિવેક ન ધરાવતા જીવો માટે, ઉચિત અનુષ્ઠાનો અને આડંબર

જિનશાસન સાથે જોડવાના સશક્ત અને કદાચ એકમાત્ર માધ્યમ છે...

→ તેને જો સર્વથા અટકાવી દેવામાં આવશે, તો કેટલાય જીવો જિનશાસન પામવાથી વંચિત રહી જશે.

એટલે, કોઇ અનુષ્ઠાનમાં કંઇક અનુચિત થાય, તો તે અનુચિતને દૂર કરવાનો, તેવું ફરી ન થાય તેની સાવધગીરી રાખવાનો

ઉપદેશ કરી શકાય... અનુષ્ઠાનને સર્વથા વખોડી ન શકાય... અનુષ્ઠાનનો વિરોધ તો શાસનની સેવા નહીં, શાસનના લોપની

પ્રવૃત્તિ બને...




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page