top of page

ગુરુવંદન-વિવેક...

Oct 7
2 min read

Updated: Oct 19

Is your Ayambil truly faultless? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains how small changes in water, utensils, and service can transform your આયંબિલ into a high-level spiritual achievement


  • દુનિયામાં કોઈને નથી મળ્યું, તેવું અદભૂત ગુરુતત્ત્વ આપણને મળ્યું છે... પાંચ મહાવ્રત, લોચ, વિહાર, ગોચરી, અસ્નાન.. વગેરે જૈન શાસનના સાધુ ભગવંતોની અદ્વિતીય વિશેષતાઓ છે.

    આવા ગુરુ ભગવંત, ભવાંતરમાં પણ મળે- એવી આપણા સહુની ઈચ્છા હોય જ. ખરું ને ? તેના માટે શું કરવું પડે ?

  • સૌ પ્રથમ તો આવા ગુરુ ભાગવંતો પ્રત્યે છલોછલ બહુમાનભાવ જોઈએ... તેમના ઉપકારો માટે કૃતજ્ઞભાવ જોઈએ... આવા ગુરુ મળવા માટે હૈયું હરખથી હિલોળા લેતું હોવું જોઈએ...  

    અને એ લાગણીઓ પ્રગટ કરવાનું પ્રથમ માધ્યમ છે - ગુરુવંદન..

    વિધિ અને બહુમાન પૂર્વક થતું ગુરુવંદન, અનેક ભવોના અનંતા કર્મોનો ક્ષય કરવા સમર્થ છે... સાથે આવતા ભવમાં ગુરુતત્ત્વની  પ્રાપ્તિનું રિઝર્વેશન કરવા સક્ષમ છે..

  • પણ એ માટે, આટલો વિવેક જાળવવાનો છે ➔

    1. ગુરુ ભગવંતની જ્યાં સ્થિરતા હોય, ત્યાં (ઉપાશ્રયે) ગુરુવંદન કરવા જવું. (વ્યાખ્યાનમાં થતા ગુરુવંદનથી સંતોષ ન માની લેવો.)

    2. ગુરુ ભગવંત બેઠેલા હોય, ત્યારે જ વંદન કરવું. (કશેક જઈ રહેલા ગુરુ ભગવંત ને ઊભા રાખીને વંદન ન કરવું.)

    3. ગુરુ ભગવંતની પોતાની આરાધનામાં વિક્ષેપ થાય, તે રીતે વંદન ન કરવું...

    સૂત્રો ધીમા અવાજે બોલવા... ગુરુ ભગવંત સ્વાધ્યાય વગેરેમાં વ્યસ્ત હોય તો ‘સ્વામી ! શાતા છે જી ?’ મોટા અવાજે બોલી ને તેમને ‘ડિસ્ટર્બ’ ન કરવા... ચરણસ્પર્શ કરીને/ફરી શાતા પૂછીને/વાસક્ષેપ કે માંગલિકની માંગણી કરીને / કામકાજ પૂછીને ખલેલ ન પહોંચાડવી... હા.. ગુરુ ભગવંત તેવા વ્યસ્ત ન હોય, તો અવશ્ય કામકાજ/ખપ પૂછવા...

    4. ગોચરી/પાણીની વિનંતી, ગોચરી જનારા નાના મહાત્માને કરવી...

    5. દરેક ગુરુ ભગવંતને વંદન કરવું. (માત્ર વડીલ મહાત્માને વંદન કરીને નીકળી ન જવું.) ૧૮૦૦૦ સાધુ ભગવંતોને કૃષ્ણ મહારાજાએ વંદન કરેલા ! કદાચ મહાત્માઓ ઘણા હોય અને સમય થોડો હોય, તો દરેક ગુરુ ભગવંતને ‘મત્થએણ વંદામિ’ રૂપ ફિટ્ટા વંદન અવશ્ય કરવું.

    6. પચ્ચક્ખાણ લેવું હોય, તો જે મહાત્મા આપવાની અનુકૂળતા વાળા હોય, તેમની પાસે લેવું, (મોટા પચ્ચક્ખાણ સિવાય) વડીલ મહાત્મા પાસે જ લેવાનો આગ્રહ ન રાખવો.

    7. બહેનોએ સાધ્વી ભગવંતોને વંદન કરવા જવું.


    આરાધનામાં વિવેક ભળે, તો આરાધનાની તાકાત અનંત ગણી થાય છે...

    સૌ આવા વિવેકના સ્વામી બનીએ. !



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page