જિનવાણી-શ્રવણ-વિવેક...

તમે આજે જિનવાણી સાંભળવા આવ્યા... લાખો ધન્યવાદ છે, તમને !
એ જિનવાણી-શ્રવણ તમે એ રીતે જ કરશો કે જેથી તમને જિનવાણીના શ્રવણનો યોગ સદા મળતો રહે, ભવાંતરમાં પણ મળે... અને તમને સાંભળવું પણ ગમે... ખરું ને ?
એ માટે ત્રણ વસ્તુ કરવાની છે 🡺
1. બીજાને જિનવાણી-શ્રવણમાં અંતરાય ન કરીએ.
ન વાતો કરીએ... ન ખુરશી ખસેડવામાં અવાજ કરીએ... ન મોબાઇલની રિંગ વાગવા દઇએ... ન વાહનનાં હોર્ન
વગાડીએ...
આપણા થકી થયેલ અવાજથી, બીજાને જિનવાણી-શ્રવણમાં અંતરાય થશે... અને તો ભવિષ્યમાં જિનવાણી-
શ્રવણમાં આપણને અંતરાય નડશે જ... એટલી સમજ તો આપણે સહુ ધરાવીએ જ છીએ ને ?
2. ‘વ્યાખ્યાન’ નામના કાર્યક્રમ પ્રત્યે જ કોઇને અરુચિ ન થાય, તેનું ધ્યાન રાખીએ.
કાં વાહન લાવીએ જ નહીં... કાં એ રીતે પાર્ક કરીએ કે જે કોઇને નડે નહીં...
અનુચિત પ્રવૃત્તિથી બીજાને વ્યાખ્યાન પ્રત્યે આપણે અરુચિ કરાવી, તો આપણને ભવિષ્યમાં વ્યાખ્યાન પ્રત્યે અરુચિ થાય, તેવું કર્મ બંધાશે જ... એટલું જ્ઞાન તો આપણને છે જ !
3. જગ્યા હોવા છતાં કોઈને પાછા જવું ન પડે અથવા સંભળાય નહીં તેવું ન બને તેનું ધ્યાન રાખીએ...
વચ્ચે વધારાની જગ્યા છોડશું, તો 🡺
❖ ઉપાશ્રય ભરાઇ જવાથી, વ્યાખ્યાન સાંભળવા આવેલા કો’ક આરાધકને પાછા જવું પડે...
❖ પાછળ બેઠેલા આરાધકો બહુ દૂર થઇ જવાથી તેમને વ્યાખ્યાન સરખું સંભળાય નહીં...
❖ વ્યાખ્યાન ઊભું રાખીને મહાત્માએ કે કાર્યકર્તાએ સહુને આગળ આવવા જણાવવું પડે, તો વ્યાખ્યાનનો સમય
ચાર-પાંચ મિનિટ ઘટે...
આ બધાથી પણ આપણને અંતરાય બંધાવાના... આપણને સાંભળવું હશે, તો જગ્યા નહીં મળે... દૂર બેસવું પડવાથી સંભળાશે નહીં... ચાલુ વ્યાખ્યાનમાં કોઇ વિક્ષેપ આવશે...
એ બધાથી બચવા માટે, વધારાની જગ્યા છોડ્યા વિના લગોલગ બેસીએ.
મુંબઇ જેવા શહેરોમાં, એક સ્ક્વેર ફૂટ જગ્યા ૨૫૦૦૦ થી ૫૦૦૦૦ રૂ. ની હોય છે... જગ્યા વેડફનારો, સંઘની
એટલી સંપત્તિ વેડફી રહ્યો છે...
આપણને મળેલી મૂલ્યવાન્ માં મૂલ્યવાન્ ચીજ જિનવાણી છે... કારણકે મરણમાં સમાધિ, પરભવમાં સદ્ગતિ અને પરંપરાએ પરમગતિ... એ ત્રણ આપવાની તાકાત માત્ર જિનવાણીમાં જ છે.
એ ચીજ આપણી પાસેથી લૂંટાઇ ન જાય, તે માટે... આપણા માટે જ... આપણે આટલું જ કરવાનું છે.
No Noise… No Parking Issues… No Waste of Space
યાદ રહેશે ને ?
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments