top of page

દેરાસરમાં ગુરુ ભગવંતના નામની માળા ગણી શકાય?...

Nov 7
1 min read


પ્રશ્ન : દેરાસરમાં ગુરુ ભગવંતના નામની માળા ગણી શકાય ?

ઉત્તર :

દેરાસરમાં નવકાર ગણી શકાય, કે જેમાં ગુરુ ભગવંતોને નમસ્કાર છે...


દેરાસરમાં, પ્રભુનું ચૈત્યવંદન કરતાં જ, ‘જાવંત કે વિ સાહૂ’ ‘નમોઽર્હત્’ સૂત્રો દ્વારા ગુરુ ભગવંતને નમસ્કાર કરી શકાય...


દેરાસરમાં નવપદની કે વીશ સ્થાનકની પૂજા ભણાવી શકાય કે જેમાં સાધુપદની પૂજા ગાવામાં આવે...


તો ગુરુ ભગવંતનો જાપ કેમ ન કરી શકાય ?

હા, તેમાં વિવેક જોઈએ જ.


જેમ ગુરુમૂર્તિની પૂજા, પરમાત્માની પૂજા કર્યા પછી જ થાય..

જેમ ગુરુ ભગવંતને નમસ્કાર, પરમાત્માને નમસ્કાર કર્યા પછી જ થાય...

તેમ ગુરુ ભગવંતનો જાપ, પરમાત્માનો ઉચિત જાપ કર્યા પછી જ કરવો ઉચિત ગણાય...

પરમાત્માની અવગણના કરીને, તેમની ભક્તિની ઉપેક્ષા કરીને થતી ગુરુની ભક્તિ શી રીતે ફળદાયક બને ?


જેમ આદિનાથ ભગવાન વગેરે કોઈની પણ આરાધના વસ્તુતઃ અરિહંતપદની આરાધના છે...

તેમ કોઈ ગુરુ ભગવંતનું નામ લઈને થતી આરાધાનાપણ સાધુપદની આરાધના છે...

આરાધના કરનારે પણ એ વાત ધ્યાનમાં રાખવાની છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page