top of page

દીવાળીની ઉજવણી શી રીતે થાય ?...

Oct 31
1 min read


પ્રશ્ન : દીવાળીની ઉજવણી શી રીતે થાય ?

ઉત્તર :

  • પહેલી વાત તો એ કે પ્રભુના શાસનમાં પર્વોની આરાધના પ્રધાન છે, માત્ર ઉજવણી નહીં.આરાધના તપ-ત્યાગ વગેરેથી થાય. કલ્યાણકના દિવસે તપ-જપ કરીને આરાધના કરવાની છે.


  • દીવાળીમાં છટ્ઠ કરવો તે આરાધના છે, કારણકે પ્રભુએ છેલ્લે છટ્ઠ કરેલો. પૌષધ કરવાનો, દેવવંદન કરવાના, ભગવાનનો જાપ કરવાનો - આ બધી આરાધના.


  • ઉજવણી રૂપે પ્રભુની ભક્તિ થાય તો સરસ. ભગવાનની આંગી કરાય.. દેરાસરનો શણગાર થાય.. પ્રભુભક્તિના ગીતો ગવાય.. બીજા ક્ષેત્રોમાં દ્રવ્યનો સદ્વ્યય, ભક્તિ વગેરે દ્વારા પણ ઉજવણી થઇ શકે.


  • પણ તમે ઉજવણીનો અર્થ ઉજાણી (ખાવું-પીવું) કરી નાખ્યો છે. દીવાળી એટલે મીઠાઈ અને ચોળાફળી ખાવા. એવી ઉજવણી પ્રભુના શાસનને માન્ય હોઈ શકે ?


પ્રભુનું શાસન લોકોત્તર છે. તપ-ત્યાગની વાત કરે. ‘રાગ-દ્વેષ ઘટાડવાની વાત કરે.’ પોતાના ઇન્દ્રિયના રાગ પોષાય તે રીતે કલ્યાણક ઉજવવા, તે પ્રભુના શાસનને માન્ય હોઈ શકે ખરું ? તે વિચારવા જેવું બને છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page