તપ કર્યો હોય, તેનું બહુમાન કોઈ કરે, તો લેવાય ?...
- 7 hours ago
- 1 min read

પ્રશ્ન : તપ કર્યો હોય, તેનું બહુમાન કોઈ કરે, તો લેવાય ?
ઉત્તર :
ઉપબૃંહણા-બહુમાન એ પણ સમ્યગ્દર્શનનો આચાર છે.
અમને કોઈ વંદન કરે - તેવી અપેક્ષા ન રાખીએ; પણ વંદન કરે, તો ના પણ ન પાડીએ. હા, તેમાં અહંકાર ન કરીએ. ‘આ બહુમાન મારું નથી, સાધુના વેશનું છે’ એવી ભાવનાથી ભાવિત થઈએ
તેમ, કોઈ બહુમાન કરે - તેવી અપેક્ષા ન રાખવી. પણ કરે તો સર્વથા નિષેધ ન કરાય. ‘આ બહુમાન તપનું છે, મારું નથી’ એવી ભાવનાથી ભાવિત થવું. બહુમાનના ભાવથી બહુમાન કરતો હોય તેની આ વાત છે.
સંસારનો વ્યવહાર સમજીને વ્યવહાર કરે,અને સામે વ્યવહારની અપેક્ષા રાખે; જે હકીકીતમાં બહુમાન જ નથી. તેની વાત જુદી હોઈ શકે છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments