top of page

જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ?

  • Jun 11
  • 2 min read
Even if someone has attained liberation, why is visiting their idol in a non-Jain temple prohibited? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the risks to Samyaktva and the importance of Vyavahar Shuddhi


પ્રશ્ન : જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ?

ઉત્તર : સ્વચ્છંદતા એટલે શું ? તે કહો.

સભા : સ્વમતિ.

એમ, તો બધા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ કાર્ય કરે. એટલે સ્વમતિ તો સર્વત્ર હોય.

સભા : શાસ્ત્રમાં ન કહ્યું હોય, તે સ્વમતિથી કરે – તે સ્વચ્છંદતા.

એક વાત ધ્યાનમાં લો – બધા અપવાદ શાસ્ત્રમાં બતાવેલા હોતા નથી, બતાવવા શક્ય પણ નથી. મને કહો – ‘સાધુ બિમાર પડે અને હોસ્પિટલમાં લઇ જવા પડે, તો વાહનમાં લઇ જઇ શકાય’ – એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ?

કોઇપણ શાસ્ત્રમાં એવું લખ્યું નથી. એ સંભવિત પણ નથી, કારણકે શાસ્ત્રરચનાકાળે ન હોસ્પિટલ હતી, ન વાહન હતા. તો, આ અવસરે વાહનમાં લઇ જનારને (કે તેવી રજા આપનારને) સ્વચ્છંદતા કહેશો ?

તો પછી બધા જ સ્વચ્છંદ કહેવાશે.


જ્ઞાનીની મતિ શાસ્ત્ર-પરિકર્મિત હોય છે. શાસ્ત્રના અભ્યાસ-પરાવર્તન-ચિંતન-ભાવનથી એમની મતિ એવી ઘડાઇ ગઇ હોય છે કે તેમને જે વિચાર આવે, તે શાસ્ત્રાનુસારી જ હોય, ભલે શાસ્ત્રમાં સાક્ષાત્ તેવું જણાવ્યું ન હોય.


તેવી શાસ્ત્ર-પરિકર્મિત મતિથી જે નિર્ણય લેવાય, તેને સ્વચ્છંદતા ન કહેવાય.

એવું માનશો, તો આર્યરક્ષિતસૂરિજી મ. કે દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણને ય સ્વચ્છંદ માનવા પડશે, કારણકે શાસ્ત્રમાં ન જણાવેલ અપવાદો તેમણે આચર્યા છે, આચરાવ્યા છે.

સભા : ગુરુને ન પૂછે તે સ્વચ્છંદતા.

એ વાત અપેક્ષાએ સાચી છે, પણ સર્વત્ર તે શક્ય નથી હોતું.

કોઈ મહાત્માને હાર્ટ-એટેક આવે, ત્યારે બાજુવાળા મહાત્મા ગુરુને પૂછવા જાય, તો રામ રમી જાય... તે અવસરે પોતાને સૂઝે તે કરી લે.

જેમના કોઈ વડીલ વિદ્યમાન જ ન હોય, તેવા ગચ્છાધિપતિ વગેરે કોને પૂછે ?

સભા : તો સ્વચ્છંદતા કોને કહેવાય ?

જે પોતે અજ્ઞાની છે, પોતે અજ્ઞાની હોવાનું જાણે છે. છતાં જ્ઞાનીને પૂછ્યા વિના કરે – તે સ્વચ્છંદતા છે .

જે શાસ્ત્રવિરુદ્ધ હોવાનું જાણવા છતાં, સ્વાર્થ માટે કરે.

બીજા વડીલને–જ્ઞાનીને પૂછવું જરૂરી હોય, પૂછી શકાય તેવી શક્યતા હોય, છતાં પૂછ્યા વિના કરે...એ સ્વચ્છંદતા ગણાય.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page