top of page

કેવી અસમાધિમાં અપવાદની છૂટ મળે...

4 days ago
1 min read
A representation of a Jain practitioner visualizing the idols of the 24 Tirthankaras in a specific sequence while reciting the Logassa Sutra to achieve meditative focus



અસમાધિ બે કારણે ઉત્પન્ન થાય છે 🡺

અશાતાથી – ભૂખ, રોગ વગેરેના કારણે.

અરતિથી – ઇચ્છા પૂરી ન થવાના કારણે.


અશાતા – વેદનીયાદિ કર્મથી જન્ય હોય છે.

અરતિ – મોહનીય કર્મથી જન્ય હોય છે.


સમાધિ માટે બતાવેલા અપવાદો, સામાન્યથી અશાતાથી થયેલ અસમાધિ વખતે હોય છે, અરતિથી થયેલ અસમાધિ વખતે નહીં.

દા.ત. ઘણું ફરવા છતાં નિર્દોષ ગોચરી ન જ મળે, તો શરીર-સંયમના નિર્વાહ માટે.. ધર્મધ્યાન માટે.. ભૂખથી થતાં દુર્ધ્યાનના નિવારણ માટે.. દોષિત ગોચરી (શાસ્ત્રોક્ત જયણાપૂર્વક) લેવાનો અપવાદ માર્ગ છે.

પણ કોઇ સાધુને વિશિષ્ટ દ્રવ્યની ઇચ્છા થઇ હોય (દા.ત. સિંહકેસરિયો લાડવો), અને તે નિર્દોષ ન મળે, તો દોષિત લેવું તે અપવાદ માર્ગ નથી.


તેનું કારણ એ છે કે 🡺

અશાતા માત્ર મનને સમજાવવાથી દૂર થતી નથી.

સામાન્ય અશાતાથી થયેલ અસમાધિ, મનને સમજાવવાથી દૂર થઇ શકે; પણ તીવ્ર અશાતા હોય, તો મનને સમજાવવા માત્રથી અસમાધિનું વારણ મુશ્કેલ હોય છે, અલ્પ સત્ત્વશાળી જીવો માટે અશક્ય પણ બને.


જ્યારે અરતિ તો સમજાવટથી કદાચ દૂર થઇ શકે, કારણકે માનસિક ઇચ્છા જ છે.

અપવાદ માર્ગે અશાતા દૂર કર્યા પછી સમાધિ આવે, ધર્મધ્યાન થાય.

અપવાદ માર્ગે અરતિ દૂર કર્યા પછી કદાચ થોડો કાળ અરતિ શાંત થાય તો પણ, ઇચ્છિત દ્રવ્યના ભોગવટાથી રાગના સંસ્કાર દૃઢ બને.. ફરીવાર ઇચ્છા ઊભી થાય… ફરીવાર અરતિ થાય.. એ વિષચક્રનો અંત જ ન આવે.


ભોગવટા વખતે પણ રાગનો સંક્લેશ થાય – જે અસમાધિ જ છે.


અરતિ માટે પણ જો અપવાદની છૂટ આપવામાં આવે, તો અંતે સાધના જેવું કંઇ રહે જ નહીં, દરેક ઇચ્છા પૂરી કરવાની જ થાય.



Extract from Book Pachchakkhan written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


પચ્ચક્ખાણ (Pachchakkhan)
₹15.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page