top of page

કયું ધ્યાન કેવળજ્ઞાન આપે ?...

Sep 26
1 min read
A representation of a Jain practitioner visualizing the idols of the 24 Tirthankaras in a specific sequence while reciting the Logassa Sutra to achieve meditative focus



તમે કેવળજ્ઞાન થયાનાં પુષ્કળ દૃષ્ટાંતો સાંભળ્યા છે –

ગોચરી વહોરતાં, વાપરતાં, પરઠવતાં... દોરડા પર નાચતાં... કેવળજ્ઞાન થયું.

તેમને શુક્લધ્યાન તો આવ્યું જ છે, કારણકે તેના વિના કેવળજ્ઞાન ન થાય.


તો તેઓ શું આંખ બંધ કરીને ધ્યાન કરવા બેઠા હતા ? નહીં જ. 


જે ક્રિયા કરતા હતા, તેમાં ચિત્ત એકાગ્ર બન્યું, અને સાથે રાગ-દ્વેષને

ઘટાડવાનું તીવ્ર પ્રણિધાન હતું – તે જ તેમનું શુક્લધ્યાન છે.

 

ગૌતમસ્વામીના ૫૦૦ તાપસ શિષ્યોને ખીરથી પારણું કરતાં કરતાં જ

કેવળજ્ઞાન થયું છે. ત્યાં તેમની વાપરવાની ક્રિયા જ – તે ક્રિયામાં

ચિત્તની એકાગ્રતા જ ધ્યાનરૂપ બની છે – એમ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે.

 

હા, અંતરમાં દોષોને ઘટાડવાનું તીવ્ર પ્રણિધાન જોઇએ, જે તેમને હતું.




Extract from Book Dhyan Jain Dharmani Drushtie written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


ધ્યાન જૈન ધર્મની દૃષ્ટિએ (Dhyan Jain Dharmani Drushtie)
₹15.00₹5.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page