top of page

કયું અજ્ઞાન ક્ષમ્ય ?...

  • Jun 13
  • 1 min read

Updated: Jul 22

An illustration of P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb teaching the importance of knowledge and sincere intent in maintaining Jain vows (Pachchakkhan)


જ્ઞાન મેળવવા-સમજવાનો પૂરતો પુરુષાર્થ કરે..

શંકા પડે ત્યાં જ્ઞાનીને પૂછીને નિર્ણય કરે..


તેને જ અજ્ઞાનના કારણે પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તો પણ પચ્ચક્ખાણ ન ભાંગે.

જે જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ જ ન કરે, તેનું અજ્ઞાન પણ અપરાધરૂપ છે.


જેને પચ્ચક્ખાણ પાળવાની તીવ્ર ઇચ્છા છે, ન ભાંગે તેની કાળજી કરવી છે; તે જ્ઞાન મેળવવા ઇચ્છે જ અને પુરુષાર્થ કરે જ.

એટલે, જે જ્ઞાન માટે પુરુષાર્થ જ નથી કરતો, તેની પચ્ચક્ખાણના પાલનની ઇચ્છા જ નબળી છે. (અથવા છે જ નહીં.)


એટલે તેનો અધ્યવસાય અશુદ્ધ હોવાથી, પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ અજ્ઞાનના કારણે થઇ હોય, તો પણ તેનું પચ્ચક્ખાણ ભાંગે છે.


જેમ કે ‘આદુ કંદમૂળ છે કે નહીં ?’ તેવી શંકા પડવા છતાં, જાણકારને પૂછ્યા વગર – ચોક્સાઇ કર્યા વગર વાપરે તો પચ્ચક્ખાણ ભાંગે છે.

વાસ્તવમાં તો શંકા પડ્યા પછી ચોક્સાઇ કર્યા વગર સૂંઠ વાપરે (કે જે કંદમૂળ નથી ગણાતી) તો પણ પચ્ચક્ખાણના ભંગનો અતિચાર લાગે છે.


તેનું કારણ એ છે કે – જેને પચ્ચક્ખાણના પાલનની તીવ્ર ઇચ્છા છે, તેને શંકા પડે તો ખાતરી કર્યા વિના ન જ વાપરે. ખાતરી ન થઇ શકે, તો છોડી દે.


શંકા હોવા છતાં વાપરવું – તે પચ્ચક્ખાણના પાલનની ઇચ્છા નબળી હોવાનું

કે ન હોવાનું ચિહ્ન છે. એટલે અધ્યવસાય અશુદ્ધ હોવાથી અતિચાર લાગે, ભલે વપરાતી વસ્તુથી ખરેખર પચ્ચક્ખાણ ભાંગતું ન હોય.



Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


પચ્ચક્ખાણ (Pachchakkhan)
₹15.00₹5.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page