top of page

સાધ્વાચાર – અપ્રતિબદ્ધ વિહાર…

  • Nov 1, 2025
  • 1 min read
P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explaining the principles of unattached wandering (Apratibaddha Vihar) for Jain monks.

અમારા માટે પણ આ વિધાન છે – કોઇ પ્રતિબંધથી વિહાર નથી કરવાનો.

‘આ ક્ષેત્રમાં ગરમી ઘણી છે... પેલા ક્ષેત્રમાં ઠંકડ છે...’ આવું વિચારીને ત્યાં વિહાર ન કરી શકાય. કોઇને શારીરિક મોટી પ્રતિકૂળતા-બિમારી હોય, તેની વાત જુદી છે.

‘પેલા ક્ષેત્રમાં ચાતુર્માસ કર્યું છે... ઘણા લોકો પરિચયમાં આવ્યા છે... ફરી ત્યાં જઇ આવું, તો પરિચય જળવાઇ રહેશે... હું નહીં જાઉં, તો મારા ભક્તો બીજાના થઇ જશે...’ એવું વિચારીને તે ક્ષેત્રમાં જવું, તે પ્રતિબંધ છે – રાગ છે – મમત્વ છે. શાસ્ત્રકાર એની મનાઇ કરે છે- એ રીતે વિહાર ન કરાય.


વિહારના ક્ષેત્રની પસંદગી કરવામાં પણ રાગથી બચવાની કેટલી કાળજી બતાવી છે?

હા, કોઇ ક્ષેત્ર એવું હોય કે જ્યાં ગુરુનો સંયોગ જ ન થતો હોય... પોતે નહીં જાય, તો આરાધનામાં જોડાયેલા શ્રાવકો પાછા સંસારમાં ડૂબી જશે – એવા વિચારથી જવાની ના નથી. ત્યાં ભાવ, શ્રાવકોને જિનશાસન સાથે જોડેલા રાખવાનો છે, પોતાની સાથે જોડવાનો નથી.


ચાતુર્માસ પછી વિહાર હોય, ત્યારે ઘણા અમને કહે – ‘અમારા સંઘને યાદ રાખજો.’

મારો જવાબ આ જ હોય છે – ભારતભરના સંઘો અમારા માટે સરખા જ છે. અમને કોઇ સંઘ પર મમત્વ ન હોઇ શકે. અમારે કરાય પણ નહીં.

એ ન થાય, તે માટે જ પ્રભુએ અમને એક સ્થાનમાં એક મહિનાથી

(ચાતુર્માસમાં ચાર મહિનાથી) વધુ રહેવાનો નિષેધ કર્યો છે.


Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page