top of page

રોહિણીયો....

Sep 30
1 min read

Updated: 4 days ago

Historical depiction of Champa Shravika’s fasting procession attracting the attention of King Akbar, leading to his meeting with Jagadguru Hirsuriji Maharaj Saheb


  • એના બાપે મરતી વખતે એની પાસે વચન લીધેલું – ‘બીજું ગમે તે કરજે, મહાવીરનો ઉપદેશ સાંભળતો નહીં.’

    મરતાં બાપને આપેલું વચન એણે બરાબર પાળેલું.

    એક વાર કોઇ કામે જઇ રહ્યો હતો, અને રસ્તો ભગવાનના સમવસરણ પાસેથી જ પસાર થઇ રહ્યો હતો.

    બીજો કોઇ રસ્તો ન હોવાથી એ રસ્તે ગયો તો ખરો, પણ કાનમાં સજ્જડ રીતે આંગળી ખોસી દીધી... ભૂલેચૂકે મહાવીરનો ઉપદેશ સંભળાઈ ન જાય – બાપને આપેલું વચન તૂટે નહીં.

  • પણ બનવાકાળ બન્યું – પગમાં ધારદાર કાંટો વાગ્યો. તેને કાઢવા માટે કાનમાંથી આંગળી કાઢવી જ પડી. અને તેમાં પ્રભુનાં ત્રણ વાક્ય સંભળાઇ ગયાં – નહોતા સાંભળવા તો ય.

    એ અઠંગ ચોર હતો, રોહિણેય એનું નામ.

    એવો ખેલ કરે કે પકડાય જ નહીં.

    અભયકુમારે બુદ્ધિના ખેલથી પકડ્યો તો ખરો, પણ ગુનો સાબિત થતો નહોતો. એ સાબિત કરવા માટે અભયકુમારે જે જાળ રચી, તેમાંથી રોહિણીયાને (અનિચ્છાએ) કાને પડી ગયેલાં પ્રભુનાં ત્રણ વચનોએ બચાવ્યો. નહીં તો ફાંસીની સજા નક્કી હતી.

    ‘જેનાં ત્રણ વચનો જિંદગી બચાવી શકે, તેનો ઉપદેશ શું ન કરી શકે ?’ એ વિચારે રોહિણીયો પ્રભુના માર્ગે ચડી ગયો, આત્મકલ્યાણ સાધી ગયો...

    કોઇ શુભ ભાવ વિના અનિચ્છાએ કરેલી પ્રભુનાં વચનોની શ્રવણક્રિયા પણ આત્મકલ્યાણ સાધનારી બની શકે છે ! એ વાત આ ઘટના આપણને જણાવે છે.

  • આપણી ક્રિયામાં ભાવ (શ્રદ્ધા-આદર) લાવવાનો – પ્રયાસ ચોક્કસ કરીએ...

    પણ બીજાની ક્રિયા, ભાવ વિનાની હોય, તો પણ તેને વખોડીએ નહીં... તેને તુચ્છ ન માનીએ...

    બાળજીવો, ક્રિયા દ્વારા જ જિનશાસનમાં પ્રવેશ પામે છે... ભાવની સમજ પણ એકવાર ક્રિયા દ્વારા ધર્મમાં જોડાયા પછી જ આવે છે.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page