ભુવનભાનુસૂ. મ.સા....

કોઈએ નવી જ વહોરાવેલી ‘હીરો’ ની ફાઉન્ટન પેનના સોનેરી ઢાંકણાને એ નવદીક્ષિત સાધુ ભગવંત વારંવાર જોઈ રહ્યા હતા...
એમના ગુરુ ભગવંતે આ જોયું, અને તેમને બોલાવ્યા.. પેન લઈ લીધી.. બીજા સાધુને બોલાવીને કહ્યું – ‘આ પેન પર પાત્રાને રંગવાનો કાળો રંગ કરીને આને પાછી આપી દે.. જેથી તેના પર રાગ ન થાય !’
એ ગુરુ હતા - પૂ. પં. ભાનુવિજય મ.સા., જે પાછળથી ન્યાય વિશારદ વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. રૂપે પ્રસિદ્ધ થયા.
આ ઘટના આપણને બે વાત જણાવે છે 🡺
1. રાગ રૂપી આત્માના મુખ્ય દોષથી બચવા માટે, તેના ઉત્પાદક દ્રવ્યો રૂપ અશુભ નિમિત્તોથી જોજનો દૂર રહેવાનું છે.
ફર્નિચર, કપડાં, દાગીના, શર્ટના બટન, જૂતાં, બૂટની દોરી.. દરેકે દરેક ચીજ પર રાગ કરનારાઓએ ચેતવા જેવું છે -
આ દરેકે દરેક રાગ ભવાંતરમાં ભુકકા કાઢી નાંખવાનો છે.
એક કપડાના રાગે સુમંગલાચાર્ય ને અનાર્ય દેશમાં અપંગ રૂપે જન્મ આપ્યો છે - એ ભૂલાય નહીં.
2. મહાપુરુષો સ્વયં અશુભ નિમિત્તોથી દૂર રહ્યા છે, પોતાના આશ્રિતોને દૂર રાખ્યા છે. અશુભ નિમિત્તોના ઢગલા વચ્ચે
રહીને માત્ર શુભ ભાવોની વાતો કરીને કોઈ મહાપુરુષ બન્યું નથી..
એ મહાપુરુષની સૂક્ષ્મતમ કાળજીને વંદન !..
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments