ગોવિંદાચાર્ય...
Updated: Aug 26

એ હતા, જૈન ધર્મના તીવ્ર દ્વેષી – ગોવિંદ એમનું નામ...
જૈનોને વાદમાં કોઈ પરાજિત કરી શકતું નહીં, એટલે એ અત્યંત અકળાઈ જતા હતા...
એમણે વિચાર્યું - ‘દીક્ષા લઉં...જૈનોના બધા ગ્રંથો ભણું... એમાં ક્યાં ક્યાં ત્રુટિઓ (Loopholes) છે – એ જાણું... પછી જૈનોને વાદમાં પરાજિત કરું...’ એના માટે એમણે દીક્ષા લીધી... એવો આબાદ વેશ ભજવ્યો કે ગુરુ પણ છેતરાઈ ગયા... દીક્ષા આપી, ભણાવ્યા... ક્ષયોપશમ એટલો તીવ્ર હતો કે સડસડાટ ભણી ગયા... એટલું ભણ્યા કે ગુરુએ એમને આચાર્ય પદવી આપવાનો નિર્ણય કર્યો... એમને જાણ કરી કે ‘તમને આચાર્ય પદવી આપવાની છે...’ ત્યારે તેમણે ગુરુને કહ્યું - ‘પહેલાં મને ફરી દીક્ષા આપો...’ ગુરુ તો ચોંકી ગયા... તેમણે ખુલાસો કર્યો - ‘મેં દીક્ષા આત્મકલ્યાણ માટે લીધી જ નહોતી... જૈનોનાં છિદ્રો જાણીને પરાજિત કરવા માટે જ લીધેલી... પણ ભણતાં ભણતાં મને બ્રહ્મજ્ઞાન થયું કે હકીકતમાં સાચો માર્ગ જિનશાસન પાસે જ છે... જૈન ધર્મ જ સત્ય છે... એટલે હવે મારે સાચી દીક્ષા લેવી છે...’
આ ઘટના આપણને એ બોધ આપે છે કે જૈનોને પરાજિત કરવાના વિપરીત(અશુભ) ભાવથી લીધેલી દીક્ષા અને કરાયેલો શાસ્ત્રાભ્યાસ પણ આત્મકલ્યાણ કરનારો બની શકે છે !
આપણી ક્રિયામાં ભાવ (શ્રદ્ધા-આદર) લાવવાનો – પ્રયાસ ચોક્કસ કરીએ...
પણ બીજાની ક્રિયા, ભાવ વિનાની હોય, તો પણ તેને વખોડીએ નહીં... તેને તુચ્છ ન માનીએ...
બાળજીવો, ક્રિયા દ્વારા જ જિનશાસનમાં પ્રવેશ પામે છે... ભાવની સમજ પણ એકવાર ક્રિયા દ્વારા ધર્મમાં જોડાયા પછી જ આવે છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments