ચંપા શ્રાવિકા...
- Jul 14
- 1 min read
Updated: Jul 22

‘આ શેનું સરઘસ જઈ રહ્યું છે ?’ મહેલમાં બેઠેલા બાદશાહે સેવકોને પૂછ્યું... લોકોનો કોલાહલ અને ઢોલનગારાના અવાજથી તેને જણાયું હતું કે ઘણા લોકો જઈ રહ્યા છે.
સેવકોએ સમાચાર આપ્યા – એક જૈન સ્ત્રી(શ્રાવિકા)એ મહિનાના ઉપવાસ કર્યા છે, તેની પૂર્ણાહુતિનું સરઘસ છે.
બાદશાહને આશ્ચર્ય થયું - ‘મહિનાના ઉપવાસ કેવી રીતે થઇ શકે ?’
સ્ત્રીને બોલાવીને પૂછ્યું - ‘આ શક્તિ ક્યાંથી આવી ?’
શ્રાવિકાએ પોતાના ગુરુ ભગવંતનું નામ આપ્યું.
બાદશાહ ગુરુ ભગવંતને મળ્યા. તેમના આચારાદિથી અત્યંત પ્રભાવિત થયા.
બાદશાહનું નામ અકબર. શ્રાવિકાનું નામ ચંપા, અને ગુરુ ભગવંતનું નામ જગદ્ગુરુ હીરસૂરિજી મ.સા..
અકબરે હીરસૂ. મ. સા. ને જગદ્ગુરુનું બિરુદ આપ્યું... મહિના અમારિ પ્રવર્તન સંપૂર્ણ ભારતમાં કરાવ્યું... શિખરજીનો આખો પહાડ સંઘને ભેટ આપ્યો... આગ્રાનો જ્ઞાનભંડાર ભેટ આપ્યો... અકબર દ્વારા જિનશાસનને આટલા બધા લાભ થયા, તેનું મૂળ નિમિત્ત, તપશ્ચર્યાના પારણાની શોભાયાત્રા બની.
જો અને તો – એ રીતે વિચારવું હોય, તો કહી શકાય કે ચંપા શ્રાવિકાએ કોઇ ધામધૂમ વગર, કોઇને ખબર પાડ્યા વગર પારણું કર્યું હોત, તો જિનશાસન આવા બધા લાભથી વંચિત રહ્યું હોત.
જિનશાસનમાં થતો ઉચિત આડંબર, દેવ-ગુરુની મહત્તા વધારવા દ્વારા પ્રચંડ શાસન-પ્રભાવના કરવાનું સામર્થ્ય ધરાવે છે ! એ, આ ઘટના આપણને જણાવે છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments