top of page

વિગનવાદ

7 days ago
2 min read

Updated: 2 days ago



ભ્રમણા : દૂધ પીવું કે દૂધમાંથી બનેલી વસ્તુ ખાવી – તે પણ માંસાહાર છે.


વાસ્તવિકતા :

  • બાળક માતાનું દૂધ પીએ છે. તેને શું માંસાહાર કહેવાશે ? નહીં જ.

    લોહી પીવું - તે માંસાહાર છે. માતાનું દૂધ પીવું - તે માંસાહાર નથી.

    કેમ ? કારણકે માતાનું દૂધ બાળક પીએ, તેમાં માતાને વેદના તો નથી થતી, આનંદ થાય છે.

    એટલું જ નહીં, કોઈ કારણસર બાળક દૂધ ન પીતું હોય, તો માતાએ દૂધનો નિકાલ કરવો પડે છે.

  • એ રીતે ગાય-ભેંસ વગેરે દૂધાળા પશુઓનું દૂધ પીવામાં કોઈ માંસાહાર નથી.. કારણકે તેમના શરીરમાંથી દૂધ લેવામાં તેમને કોઈ પીડા નથી થતી. તેમની યોગ્ય રીતે કાળજી રાખનારને તે દૂધ લેવા દે છે, બીજાને નથી લેવા દેતી.. તે જ બતાવે છે કે યોગ્ય વ્યક્તિ દૂધ લે - તે તેને અનિષ્ટ નથી. એટલું જ નહીં, તે દૂધ કાઢવું જરૂરી છે.

  • મજૂરી કરનાર મજૂરને પડી રહેલા કષ્ટને જોઈને કોઈને દયા આવી જાય, તો શું કરવાનું ? આવી મજૂરીથી જે ચીજ બનતી હોય, તેનો ઉપયોગ જ નહીં કરવાનો – એવું નક્કી કરવાનું ?

    એનાથી તો તેને રોજી રોટી જ મળતી બંધ થશે... ભૂખે મારવાનો વારો આવશે...

    એ દયા નથી, મૂર્ખતા છે.

  • દયા એને કહેવાય કે રોજી રોટી ચાલુ રાખવા છતાં તેને શ્રમ માપસરનો થાય – એવા પ્રયાસ કરવા.. (જેમ કે ત્યાં બનતી વસ્તુના ભાવ વધારે આપવા તૈયાર થવું.)

    એ રીતે, ક્યાંક પશુઓ પર કોઈ ક્રૂરતા આચરતું હોય, તો દૂધ પીવાનું બંધ કરવું કે દૂધની વસ્તુ ખાવાનું બંધ કરવું – તે તો તે પશુઓને કલતખાને ધકેલવામાં પરિણમનારી ચેષ્ટા છે. એ દયા નથી, મૂર્ખતા છે.

    ખરેખર દયા એને કહેવાય કે ક્રૂરતા ન થાય – તેવા પ્રયાસ કરવા. (જેમકે દૂધના ભાવ વધારે આપવા તૈયારી રાખવી.. વગેરે.)


દૂધના ત્યાગનો વિગનવાદ, એ દૂધાળા પશુઓની સામૂહિક કતલનું એક ખતરનાક ષડયંત્ર હોવાની જ કલ્પના થાય છે. સાચી દયા, વધારે કિંમત આપીને દૂધ ખરીદવામાં છે, દૂધ બંધ કરવામાં નહીં.


2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Nemil Shah
6 days ago
Rated 5 out of 5 stars.

આ પોસ્ટ દ્વારા ઘણી બધી નવી વાતો જાણવા મળી અને એક અલગ દૃષ્ટિકોણથી વિચારવાની તક મળી. ખરેખર, આંખો ખોલી નાખે એવી માહિતી! 🙏 ખૂબ જ સુંદર રજૂઆત અને જાગૃતિ લાવવા બદલ અનુમોદના. 👏

Like

Girish Shah
7 days ago
Rated 1 out of 5 stars.

ક્યાં ક્યાં જાનવરોં નું દૂધ પીવાથી તે જાનવરો બચે છે ❓

Like
bottom of page