top of page
Search


તપના આગલા દિવસે ચોવિહાર ફરજિયાત છે ?
પ્રશ્ન : બીજા દિવસે તપ કરવો હોય, તો આગલા દિવસે ચોવિહાર કરવો ફરજિયાત છે? ઉત્તર : પહેલાં એ કહો – નવકારશી એટલે શું ? સભા : સૂર્યોદયથી બે ઘડી સુધી ન વાપરવું તે. એટલે સૂર્યોદયથી પાંચ મિનિટ પહેલાં વાપરે, તો ચાલે ? તેને નવકારશી કહેવાય ? સભા : રાતના ૧૨ વાગ્યા પછી ખાધેલું ન હોવું જોઈએ. એક વાત ધ્યાનમાં રાખો – રાતના ૧૨ વાગે દિવસ બદલાય, એ અંગ્રેજી પદ્ધતિ છે. ત્યારે તારીખ બદલાય છે. આપણે ત્યાં સૂર્યોદયે દિવસ બદલાય છે. આજે શુક્રવાર છે. ૬:૧૫ ના સૂર્યોદય છે, તો ૬:૧૪ સુધી ગુરુવાર જ ગણાય
bottom of page
