દાદર આરાધના ભવન જૈન સંઘે ઈતિહાસ રચ્યો !
- Shraman Books
- Sep 18
- 1 min read
Updated: Sep 22

દાદર આરાધના ભવન જૈન સંઘમાં સાધારણના ફંડ માટે ગુરુ-ભગવંતના માર્ગદર્શનથી સુકૃતવલ્લી યોજના મૂકાઇ, જેમાં ₹ ૫૪૦૦ ની એક કુપન હતી, અને તે ₹ ૫૪૦૦ જુદા જુદા ખાતામાં વહેંચાઇ જાય, તેવી વ્યવસ્થા હતી; જેથી દરેક ખાતાનો લાભ મળે.
ગુરુ ભગવંતે પ્રેરણા કરી કે સંઘના દરેક સંપન્ન પરિવારે, વ્યક્તિ દીઠ એક કુપન લેવી જોઈએ, કારણકે શ્રી સંઘ પરિવારના બધા સભ્યોને આરાધના માટે અનેક સગવડો આપે છે.
શ્રી સંઘે આ વાત ઉમળકાભેર વધાવી લીધી.
જે સંઘમાં કુલ ૯૦૦ માણસ સ્વામિવાત્સલ્યમાં જમે છે, તે સંઘે ૧૬૦૦ કુપનનું (₹ ૮૬.૪૦ લાખ) ફંડ કર્યું.
ધન્ય શ્રી સંઘ…
ધન્ય શ્રી સંઘના શ્રાવકો…
Inspiration by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments