નવસારી-આદિનાથ સંઘે પૂરું પાડ્યું સાધર્મિક ભક્તિનું સરસ ઉદાહરણ...
- Shraman Books
- Sep 17
- 1 min read
Updated: Sep 22

પ્રભુ વીરના જન્મવાંચનના દિવસે અનેક સંઘોમાં સંઘ સ્વામિવાત્સલ્ય થાય છે. મહાન્ પર્વનો દિવસ હોવાથી મોટાભાગે શ્રાવક-શ્રાવિકાઓ સ્વપ્ન-દર્શનમાં વ્યસ્ત હોય છે...
સ્વામિવાત્સલ્યમાં પીરસવા વગેરેનું કાર્ય પગારદાર માણસો દ્વારા કરાવાય છે.
નવસારી-આદિનાથ સંઘમાં ગુરુ ભગવંતે પ્રવચનમાં પ્રેરણા કરી –
પૈસા ખર્ચીને લાભ લેનાર કરતા પણ અપેક્ષાએ પીરસવાની ભક્તિ કરનાર વધુ લાભ મેળવી શકે છે.
જે સંઘ રત્નોની ખાણ છે, જેમાં કોઈ તીર્થંકર કે ગણધરનો આત્મા હોય... કોઈ ભવિષ્યના મહા-પ્રભાવક મહાપુરુષ હોય... શાસનની રક્ષા કરનાર પરંપરા ચલાવનાર જ્ઞાની હોય... કોઈ મહાતપસ્વી હોય... કોઈ યુવાન વયે ચતુર્થ વ્રત ગ્રહણ કરનાર હોય... કોઈ ગુપ્ત રીતે લાખોનું દાન કરનાર હોય...
તેવા આત્માની થાળીમાં મીઠાઈનો એક ટુકડો મૂકવાનો લાભ મળે, તો પણ જીવન ધન્ય થઈ જાય... અને શ્રી સંઘે પ્રેરણાને ઝીલી લીધી.
તરત જ, કાઉન્ટર પર ઊભા રહીને ભક્તિ કરવાનો લાભ લેવા માટે પડાપડી થઈ. ૨૦૦ થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ નામ લખાવ્યા.. સહુને વારાફરતી ૧-૧ કલાક લાભ આપવાની વ્યવસ્થા ગોઠવાઈ અને સુંદર મજાની સાધર્મિક ભક્તિ થઈ…
પગારદાર માણસો, જેની નજર કદાચ મલિન પણ હોય; તેનાથી શ્રી સંઘના શ્રાવિકાઓ-દીકરીઓની સુરક્ષા થઈ.
ધન્ય શ્રી સંઘની ભક્તિ કરનાર સહુ શ્રાવક-શ્રાવિકાઓને...
Inspiration by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments